________________
આમાં વિશેષધર્મ આ બતાવેલ છે કે ઈંગિતમરણના સંથારા પર રહેલો સાધુ બીજાઓ દ્વારા સેવા કરાવવાની મન-વચન-કાયારૂપ ત્રણ યોગ અને કરવુ-કરાવવું-અનુમોદવારૂપ ત્રણ કરણનો ત્યાગ કરે, તે પોતે જ તે સંથારા પર પડખું બદલવું આદિ કરે પરંતુ બીજાની સહાયતા ન લે. ॥ ૧૨ ॥
ન
જ્યાં લીલી વનસ્પતિકાયના જીવ હોય ત્યાં તે સાધુ શયન કરે નહીં પરંતુ જે ભૂમિ જીવોથી રહિત હોય તેને સારી રીતે દેખીને તેના પર શયન કરે, બાહ્ય-આત્યંતર એમ બન્ને પ્રકારની ઉપધિનો ત્યાગ કરીને, નિરાહાર રહેતા એવા સાધુને જો પરિષહઉપસર્ગ ઉત્પન્ન થાય તો તેને ધીરતાની સાથે સમભાવપૂર્વક સહન કરે પરંતુ ક્ષોભને પામે નહીં. ॥ ૧૩ ||
ઈંગિતમરણાર્થી સાધુની ઈન્દ્રિયો આહારના અભાવમાં જ્યારે ગ્લાનિને પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યાકુલતાને પ્રાપ્ત ન થાય પરંતુ સ્વયંના ચિત્તમાં સમતાને સ્થાપન કરે. તે સાધુ જે પ્રમાણે ચિત્તમાં સમાધિ રહે તે પ્રમાણે જ સ્વયંના શરીરને રાખે છે એટલે કે હાથ-પગને સંકુચિત રાખવામાં જ્યારે ઘબરામણ થાય છે ત્યારે તે હાથ-પગને પસારે છે અને તે કરવાથી પણ તેને કંટાળો આવે તો તે ઈંગિત પ્રદેશમાં ફરે છે અથવા બેસે છે તો પણ તે સ્વયંના દ્વારા જ બધી ક્રિયાઓ કરે છે એટલે તે અનિંદનિય છે. તે જો ઈંગિતપ્રદેશમાં ચાલે ફરે છે પરંતુ તે ઈંગિતમરણથી વિચલિત થતો નથી એટલે ખરેખર તે અચલ જ છે તથા ધર્મ-શુક્લધ્યાનમાં સ્વયંનું ચિત્ત રાખે છે એટલે તે સમાહિત છે તે ભાવથી અચલ છે, આ કારણથી ઈંગિતપ્રદેશમાં ભ્રમણ આદિ કરતા હોવા છતાં કંઈ દોષ નથી. ।। ૧૪ ।।
ઈંગિતમરણ કરવાવાળો સાધુ નિયમિત પ્રદેશમાં ગમનાગમન તથા શરીરના અંગોનો સંકોચ-વિસ્તાર કરી શકે છે. આ પ્રમાણે કરવા છતાં કોઈ દોષ નથી, પરંતુ આવો કોઈ નિયમ નથી કે ગમનાગમનાદિની ક્રિયાઓ કરવી જ જોઈયે, પરંતુ તેની શક્તિ હોય તો તે સુકા લાકડાની જેમ નિશ્ચેષ્ટ રહી શકે છે. II ૧૫
જે મુનિને તે પ્રમાણે શક્તિ ન હોવાના કારણે સુકા લાકડાની જેમ નિશ્ચિષ્ટ પડી રહેવામાં અસમર્થ હોય તો તે નિયત પ્રદેશમાં ગમનાગમનાદિ કરે તો કોઈ દોષ નથી, તેનાથી પણ જ્યારે થાકી જાય ત્યારે સ્વયંના શરીરને જે પ્રમાણે છે તે જ પ્રમાણે રાખી સ્થિર રહે, આ પ્રમાણે સ્થિર રહેવામાં પણ જ્યારે ખેદ થવા માંડે તો સૂઈ જાય અથવા બેસી રહે. ॥ ૧૬ |
भावार्थ:- पुत्र कलत्रादि बाह्य बन्धन और राग द्वेषादि आभ्यन्तर बन्धन इन दोनों बन्धनों से रहित
(૩૦૦)XoXXIXIX X XXX lJX | શ્રી વારાંગ સૂત્ર