________________
દેખીને એવું કાર્ય કરવું જોઈએ જેથી પૂર્વોક્ત રોગોનું સ્થાન અને દુઃખના ભાગી ન થવું
પડે.
ભાવાર્થ :- તીર્થંકરપ્રભુ, સામાન્ય કેવલી તથા બીજા અતિશય જ્ઞાની અથવા શ્રુતકેવલી ધર્મોપદેશ આપે છે. જોકે આ સામાન્યતયા સર્વે પ્રાણિયો માટે ધર્મનો ઉપદેશ કરે છે. તો પણ જે લોકો ધર્મના પ્રતિ રૂચિ રાખે છે. તે હળુકર્મી જીવ જ ખરેખર તેઓનો ઉપદેશ સાંભળીને ધર્મનું આચરણ કરવા માટે તત્પર થાય છે. પરંતુ, જે લોકો ધર્મનું આચરણ કરવામાં પ્રમાદ કરે છે તેઓની બુદ્ધિ આત્મકલ્યાણ કરવાવાળી નથી. આ વિષયને સમજાવવા માટે શાસ્ત્રકાર કાચબાનું દૃષ્ટાંત આપે છે.
જેમ કે કોઈ સ્થાનમાં એક લાખ યોજનાના વિસ્તારવાળું મોટું સરોવર હતું. તે તલાવનું પાણી સેવાળ અને લતાઓથી ઢંકાયેલું હતું, દૈવયોગથી ફક્ત એક સ્થાનમાં નાનું છીદ્ર હતું જેમાંથી કાચબાની ડોક=ગરદન બહાર નીકળી શકે, તે સરોવરનો એક કાચબો સ્વયંના સમૂહથી ભ્રષ્ટ થઈને સ્વયંના પરિવારને શોધવા માટે પોતાની ગરદનને ઉપર કરીને ફરી રહ્યો હતો, નશીબથી તેની ડોક તે છીદ્રમાં આવી ત્યારે તેને આકાશની શોભા દેખી, આકાશમાં નિર્મલ ચાંદની પથરાયેલી હતી. જેથી એમ લાગતું હતું કે જો ક્ષીરસાગરનો નિર્મલ પ્રવાહ વહેતો ન હોય, અને તેમાં તારાનો સમુદાય વિકસિત કમલની સમાન દેખાતા હતા. આકાશની આ પ્રમાણે શોભાં દેખીને ખુશ થયેલા તે કાચબાએ વિચાર કર્યો કે આ અપૂર્વ દ્રશ્ય જો મારો પરિવાર દેખે તો સારું, આ પ્રમાણે વિચારીને કાચબો સ્વયંના પરિવારને શોધવા માટે પાછો તલાવની અંદર ઘુસ્યો અને તેનો પરિવાર તેને મલ્યો, અને તે છીદ્ર (કાણું) શોધવા માટે નિકળ્યો પરંતુ તે છીદ્ર તેને પાછું મળ્યું નહીં, છેવટે તે છીદ્રને શોધતાં શોધતાં છેલ્લે મરી ગયો.
આ કાચબાના દ્રષ્ટાંતથી ઉપનય ઘટાવે છે કે આ સંસાર એક સરોવર છે. જીવરૂપી કાચબો છે જે કર્મરૂપી સેવાળથી ઢંકાયેલો છે. કોઈ સમય મનુષ્યભવઆર્યક્ષેત્રે-ઉત્તમકુલ અને સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપી અવસરને પ્રાપ્ત કરીને પણ મોહના ઉદયથી સ્વયંના પરિવારને માટે વિષયભોગ ઉપાર્જનમાં જ સ્વયંના જીવનને સમાપ્ત કરીને ફરીથી સંસારમાં ભ્રમણ કરવા લાગે છે. તેને ફરીવાર સુયોગ મળવો ઘણો કઠીન છે જેથી સેંકડો જન્મમાં પણ દુર્લભ સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને મનુષ્યોએ એક ક્ષણ પણ પ્રમાદ નહીં કરવો જોઈયે.
બીજું દ્રષ્ટાંત વૃક્ષનું છે. જેમ વૃક્ષ શર્દી-ગરમી-કંપવું-શાખા છેદન આદિ ઉપદ્રવોને સહન કરતો એવો પણ કર્મથી પરવશ હોવાથી સ્વયંના સ્થાનને છોડી શકતા નથી, આ પ્રકારે ભારેકર્મી જીવ ધર્માચરણ યોગ્ય સામગ્રી પ્રાપ્ત થવા છતાં, પણ વિષયોમાં આસક્ત થઈને વિવિધ પ્રકારના શારિરીક અને માનસિક દુઃખ ભોગવતા એવા કરૂણ
(૨૧૦)થJથઈથ666666666666થઇથી નાવાર સૂત્ર