________________
MEX
કરતા હતા. નિદ્રાથી અભિભૂત ન થતાં ઉભા રહીને ધ્યાન કરતા હતા, આ સ્થાનોમાં દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા વિવિધ પ્રકારના કષ્ટો આવવા પર સમતાથી સહન કરતાં આત્મધ્યાનમાં લીન રહેતા આદિ વિષયોનો વિચાર.
૩ ઉદ્દેશો - પ્રભુ મહાવીરને અપાયેલ આક્રોશ - વધ આદિ વિવિધ પ્રકારે પરિષહોનું વર્ણન, લાટદેશની વજભૂમિમાં વિવિધ પ્રકારના પરિષહોને સહન કરેલ, કુતરાના પરિષહ તથા પ્લેચ્છો દ્વારા કેશ આદિ ખેંચવાં છતાં ધ્યાનથી વિચલિત થતા નહોતા, શૂરવીર હાથીની જેમ પરિષહરૂપી સંગ્રામમાં જય-વિજય કરતા એવા વિચરતા હતા, ઈત્યાદિ વિષયોનું વર્ણન,
૪ ઉદ્દેશો - પ્રભુની તપશ્ચર્યાનું વર્ણન, પ્રભુ અનશન આદિ તપ કરતાં, રોગની ચિકિત્સા ન કરતા એવા મૌન થઈને વિહાર કરતાં, કારણવશ ‘હું ભિક્ષુ છું'. આ પ્રમાણે બોલતા, શીત-ઉષ્ણ પરિષહ સહન, પંદર-મહિનો - ૨ મહિના - ૩ મહિના - ૬ મહિના સુધીના ઉપવાસ, પારણામાં લુખ્ખો - સુકો જે પ્રમાણે આહાર મળે તેને ગ્રહણ કરતા, તત્ત્વ ને જાણવાવાળા પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં ક્યારેય પણ સ્વયં એ પાપકર્મ કર્યું નથી, બીજા પાસે કરાવ્યું નથી અને પાપકર્મ કરતા એવાને સારો માન્યો નથી, કોઈપણ જીવની વૃત્તિનો છેદ ન કરતા ગામ-નગરમાંથી શુધ્ધ આહાર ગ્રહણ કરતા, મંદગતિથી ચાલતા, હિંસાથી નિવૃત્ત, શુધ્ધ આહારથી જીવન નિર્વાહ કરતા હતાં, દૃઢ આસન લગાવી આત્માનું અન્વેષણ કરતા ધ્યાનમાં લીન રહેતા, શબ્દાદિ વિષયોમાં ક્યારેય મૂર્છિત ન થતાં પ્રમાદનું સેવન કરેલ નથી. ઈત્યાદિ વિષયોનું વર્ણન...
www.A
AVA
VAVAV