________________
સાતમું અધ્યયન - મહાપરિજ્ઞા - નંદીસૂત્રની મલયગિરિ ટીકા અને નિર્યુક્તિના અનુસાર આ
સાતમું અધ્યયન છે. આમાં સાત ઉદ્દેશા છે. આ અધ્યયન વિચ્છિન્ન થયેલ છે
આજે ઉપલબ્ધ નથી. આઠમું અધ્યયન - વિમોક્ષ અથવા વિમોહ - સંસારના કારણોને અને મોહને છોડવા માટે
ઉપદેશ. આ અધ્યયનમાં ૮ ઉદ્દેશા. ૧ ઉદ્દેશો - કુશીલ, પરિત્યાગ, લોક ધ્રુવ છે કે અધ્રુવ ? ૨ ઉદ્દેશો - અકલ્પનીય વસ્તુઓનો પરિત્યાગ. ૩ ઉદ્દેશો - મિથ્યા શંકાનું નિવારણ, પરિષહોથી ડરવું નહીં. ૪ ઉદ્દેશો - કારણ વિશેષથી મુનિઓએ ફાંસી આદિ દ્વારા બાલમરણ પણ કરવું
જોઈયે. ૫ ઉદ્દેશો - બિમાર પડેલા હોય ત્યારે મુનિએ ભક્તપરિજ્ઞાથી મરવું જોઈયે. ૬ ઉદ્દેશો - ધીરતાવાળા મુનિએ ઇગિતમરણ કરવું જોઈયે. ૭ ઉદ્દેશો - વિશિષ્ટ ધીરતાવાળા મુનિને માટે પાદપોપગમન મરણનું વિધાન.
૮ ઉદ્દેશો - કાલપર્યાયથી ત્રણે મરણોની વિધિ.. નવમું અધ્યયન - ઉપધાનશ્રુત - પ્રભુ મહાવીરસ્વામીની જીવનચર્યાનું વર્ણન,
આ અધ્યયનમાં ૪ ઉદ્દેશા... ૧ ઉદ્દેશો - પ્રભુ મહાવીરની વિહારચર્યાનું વર્ણન જેમકે ૧૩ મહિના બાદ દેવદૂષ્ય વસ્ત્રનો ત્યાગ, અનાર્ય દ્વારા અપાયેલ કષ્ટોને સહન, છ કાયની રક્ષા, ત્ર-સ્થાવર જીવોનો વિચાર, શુધ્ધ આહાર ગ્રહણ, પરિષહોને સમતાથી સહન, આદિ વિષયોનું વર્ણન. ૨ ઉદ્દેશો - પ્રભુ મહાવીરસ્વામીની વસતિ (રહેઠાણ) નું વર્ણન, શૂન્યધર-સભા-દુકાન
બગીચો-નગર-સ્મશાન-વૃક્ષનું મૂળ ઈત્યાદિ સ્થાનોમાં પ્રભુ જયણાપૂર્વક સ્થિરતા