________________
પાંચમુ અધ્યયન લોકસાર - આ અધ્યયનમાં ૬ ઉદ્દેશા...
૧ ઉદ્દેશો - લોકમાં સારભૂત સંયમનું વર્ણન, પાપોના ત્યાગનો ઉપદેશ, પ્રાણિયોની હિંસા કરવાવાળો, વિષયભોગો અને આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળો તથા વિષયભોગોમાં આસક્તિ રાખવાવાળો મુનિ હોતો નથી.
૨ ઉદ્દેશો - પાપોથી નિવૃત્ત તે જ મુનિ, પરિગ્રહ ત્યાગનો ઉપદેશ.
૩ ઉદ્દેશો - સંયમપાલન કરવાવાળાની ચઉભંગી, સંયમનું સ્વરૂપ, મુનિ કોઈ પ્રકારનો પરિગ્રહ ન રાખે, કામભોગોની ઈચ્છા ન કરે.
૪ ઉદ્દેશો - અવ્યક્ત (આયુ અને વિદ્યાની યોગ્યતા રહિત) અગીતાર્થ તથા સૂત્રાર્થમાં નિશ્ચય રહિત સાધુને એકલો વિહાર નિષેધ, અગીતાર્થના એકલવિહારના દોષ, શુધ્ધસંયમપાલન ઉપદેશ,
૫ ઉદ્દેશો - મુનિએ સદા આચાર્યની આજ્ઞામાં વિચરવું, જલાશયનું દૃષ્ટાંત, સમ્યક્ શ્રધ્ધાવાળાને માટે બધા શાસ્ત્ર સમ્યક્ થાય છે.
૬ ઉદ્દેશો - પ્રભુ આજ્ઞાની આરાધના કરવાથી કુમાર્ગનો ત્યાગ અને રાગ-દ્વેષનો ક્ષય થાય છે, સિધ્ધપ્રભુનું સ્વરૂપ.
છઠ્ઠું અધ્યયન - ધૂતાખ્ય - પાપ કર્મોને છોડવા આ અધ્યયનમાં પાંચ ઉદ્દેશા... ૧ ઉદ્દેશો - પ્રમાદ છોડવો જોઈયે તે માટે કાચબાનું દૃષ્ટાંત, પ્રમાદી તથા વિષયોમાં આસક્ત જીવ વિવિધ પ્રકારના રોગોથી પીડિત હોય છે.
૨ ઉદ્દેશો - આત્માથી કર્મોને દૂર કરવાનો ઉપદેશ
૩ ઉદ્દેશો - મુનિએ અલ્પ ઉપકરણ રાખવા જોઈયે અને યથાશક્તિ કાયક્લેશ આદિ તપ કરવા જોઈયે.
૪ ઉદ્દેશો - મુનિએ સુખોમાં મૂર્છાવાળા ન થવું જોઈયે.
૫ ઉદ્દેશો - મુનિએ સંકટોથી ડરવું નહીં અને પ્રશંસા સાંભળીને પ્રસન્ન ન થવું જોઈયે, ઉપદેશયોગ્ય આઠ વાત.