________________
10
૨ ઉદ્દેશો - અરતિનો ત્યાગ કરવો જોઈએ, લોભીના દુઃખ અને નિર્લોભીના સુખ.
૩ ઉદ્દેશો - ઉચ્ચ ગોત્ર આદિ કયા પ્રકારે માન ન કરવું જોઈયે, ભોગોમાં આસક્ત ન થવું જોઈએ.
૪ ઉદ્દેશો - ભોગોથી રોગોની ઉત્પત્તિ, ભોગોના ત્યાગનો ઉપદેશ.
૫ ઉદ્દેશો - ગૃહસ્થોના ઘરેથી નિર્દોષ આહારાદિ લઈને સંયમ નિર્વાહ કરવો, એક આશ્રવના સેવનથી બધા આશ્રવોનું સેવન, એક કાયાના આરંભથી બધા કાયોનો આરંભ થાય છે. પ્રભુની આજ્ઞાના આરાધકને મોક્ષપ્રાપ્તિ થાય છે.
ત્રીજું અધ્યયન - શીતોષ્ણીય - શરદી, ગરમી અને સુખ-દુઃખની પરવા કર્યા વગર બધી જગ્યાએ સમભાવ રાખો. આ અધ્યયનમાં ૪ ઉદ્દેશા...
૧ ઉદ્દેશો - ખરી રીતે - વાસ્તવિક કોન સુતેલું છે ? અજ્ઞાની દ્રવ્યથી જાગતો હોવા છતાં પણ ભાવથી સુતેલો છે અને જ્ઞાની દ્રવ્યથી સુવા છતાં પણ ભાવથી સદા જાગતો હોય છે, વીર-મુનિ પરિષહ ઉપસર્ગો ને સમભાવથી સહન કરે છે.
ઉદ્દેશો - બધાને સુખ પ્રિય છે, પાપના કટુફલ, પાપના ત્યાગનો ઉપદેશ, મોક્ષાર્થીએ બાહ્ય-આત્યંતર બન્ને પ્રકારથી બંધનોને તોડી વિષયાસક્તિનો ત્યાગ કરવો જોઈયે. ૩ ઉદ્દેશો – મુનિએ સમભાવી થવું જોઈયે, લજ્જા આદિના કારણે પાપનો પરિહાર તથા પરિષહ સહન કરવા માત્રથી મુનિ નથી બનતા, તેના માટે હૃદયમાં સંયમ જોઈયે, આત્માનો સાચો મિત્ર આત્મા જ છે.
૪ ઉદ્દેશો - ચાર કષાયોના ત્યાગનો ઉપદેશ.
ચોથું અધ્યયન - સમ્યક્ત્વ - સમ્યક્ત્વનું વર્ણન આ અધ્યયનમાં ૪ ઉદ્દેશા....
૧ ઉદ્દેશો - પદાર્થોના યથાર્થ સ્વરૂપ વર્ણન, સમકિતનું વર્ણન
૨ ઉદ્દેશો - આશ્રવ અને નિર્જરાનું વર્ણન, પરમતનું યુક્તિથી ખંડન
૩ ઉદ્દેશો - તપનું વર્ણન
૪ ઉદ્દેશો - સંયમમાં સ્થિર રહેવું.
EX