________________
શ્રી આચારાંગસૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વિષયાનુક્રમણિકા
પહેલું અધ્યયન શસ્ત્રપરિજ્ઞા - જીવોની હિંસાના કારણને શસ્ત્ર કહે છે. તેના બે ભેદ - દ્રવ્યશસ્ત્ર, ભાવશસ્ત્ર, તલવાર આદિ દ્રવ્યશસ્ત્ર અશુભયોગ ભાવશસ્ત્ર. આ અધ્યયનમાં ભાવશસ્ત્રોની જાણકારી છે.
૧-ન્ન પરિશા એટલે અશુભ યોગ આદિ કર્મબંધનના કારણ જાણવા, ૨-પ્રત્યાખ્યાન પરિજ્ઞા - એટલે કર્મબંધનના કારણો જાણીને તેનો ત્યાગ કરવો. પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશા...
અધ્યયયનમાં આવતા નવીન વિષયના પ્રારંભને ઉદ્દેશા કહેવાય છે. ૧ ઉદ્દેશો - આ આત્મા કઈ દિશામાંથી આવ્યો તેનો વિચાર
૨ ઉદ્દેશો - પૃથ્વીકાયની હિંસાથી અટકવું, તેનો ઉપદેશ, પૃથ્વીકાયના દુઃખોના અનુભવ બતાવવા જન્મથી અંધ તથા બહેરાનું દૃષ્ટાંત.
૩ ઉદ્દેશો - અકાયની હિંસાથી અટકવું, ઉપદેશ
૪ ઉદ્દેશો - અગ્નિકાયની હિંસાથી અટકવું, ઉપદેશ
૫ ઉદ્દેશો - વનસ્પતિકાયની હિંસાથી અટકવું, ઉપદેશ, મનુષ્યના શરીરની સાથે વનસ્પતિની સમાનતા, વનસ્પતિમાં જીવ છે તેને સિધ્ધ કરવાની યુક્તિ.
૬ ઉદ્દેશો - ત્રસકાય જીવોની હિંસાથી અટકવા. ઉપદેશ ત્રસ જીવોની હિંસાના વિવિધ કારણો.
૭ ઉદ્દેશો - વાયુકાયના જીવોની હિંસાથી અટકવા ઉપદેશ
બીજું અધ્યયન - લોકવિજય - સંસાર અને તેના કારણો પર વિજય પ્રાપ્ત કરવો, આ અધ્યયનમાં ૬ ઉદ્દેશ ....
૧ ઉદ્દેશો - માતાપિતા આદિ બાહ્યસંયોગોનો ત્યાગ કરીને મુનિએ દૃઢતાની સાથે સંયમપાલન કરવું જોઈયે.