________________
૮૦
ષદ્દે ન
પ્રકાશ એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે ત્યારે પ્રકાશના ચાલવાને કારણે અંધકાર પણ ચાલતા જણાય છે. વળી, જો અંધકારને અલગ દ્રવ્ય માનવામાં આવે તે એના અવયવા વગેરે પણ માનવા પડે. આવી વધુ પડતી કલ્પનાએ કરવા કરતાં તે અંધકારને પ્રકાશ(તેજ)ના અભાવરૂપ માનવા એ જ વધારે ઉચિત છે.૧
સ્પવદ્ ભૌતિક દ્રવ્યો
નવ દ્રબ્યામાંથી પૃથ્વી, જળ, તેજ અને વાયુ આ ચાર સ્પશવાળાં ભૌતિક દ્રવ્યા છે. આકાશ ભૌતિક હોવા છતાં સ્પવાળુ નથી, જ્યારે બાકીનાં દ્રબ્યા તેા અભૌતિક છે. અભૌતિકને સ્પર્શે હાવાનેા સંભવ જ નથી. પ્રસ્તુત ચાર દ્રવ્યોના જ નિત્ય અને અનિત્ય એમ બંને પ્રકારના સંભવે છે. નિત્ય પ્રકાર પરમાણુએ છે અને અનિત્ય પ્રકાર અવયવીએ—કાય દ્રવ્યા છે. આ ચાર સિવાયનાં બાકીનાં દ્રવ્ય કેવળ નિત્ય છે, તેમાં મન અણુપરિમાણુ છે જ્યારે બાકીનાં વિભુ છે. એટલે તેમના અવયવી—કાય દ્રવ્યો–સંભવતા નથી. પરિણામે, પરમાણુઓનું સ્વરૂપ કેવું છે; પરમાણુએમાંથી કાયદ્રવ્ય કેવી રીતે બને છે; પરમાણુઓ અને કા દ્રવ્ય વચ્ચેના કાય કારણભાવ કેવા છે; બધાં જ કાય દ્રવ્યો પરમાણુઓમાં વિધટિત થઈ જાય, કાઈ કાયદ્રવ્ય હેાય જ નહિ, કેવળ પરમાણુએ જ ાય એવી અવસ્થા શકય છે કે નહિ; શક્ય હોય તે કેવી રીતે શકય બને છે અને વળી પાછે સુષ્ટિના આરંભ કેવી રીતે થાય છે?—આ બધા પ્રશ્ને આ ચાર દ્રવ્યોના સંદર્ભોમાં ઊઠે છે. એટલે આપણે આ ચાર દ્રવ્યાને એક પછી એક નિરૂપીને ત્યાર બાદ પરમાણુવાદ, પાકજપ્રક્રિયા, કાય કારણુભાવ (આર ંભવાદ) અને પ્રલય—સૃષ્ટિની ચર્ચા કરીશું. સંખ્યા, પરિમાણુ, પૃથક્ત્વ, સંચેાગ, વિભાગ, પરત્વ અને અપરત્વે આ સાત ગુણા બધાં સ્પવદ્ ભૌતિક દ્રવ્યામાં હોય છે એટલે તે તે સ્પ`વદ્ ભૌતિક દ્રવ્યના નિરૂપણુ વખતે તેમને ગણાવીશું નહિ.
પૃથ્વી
પૃથ્વીનું લક્ષણ ગંધ છે. ગધગુણ કેવળ પૃથ્વીમાં જ હાય છે, ખીજા કાઈ દ્રવ્યમાં હાતેા નથી.૨ તેથી જ્યાં ગંધ હેાય ત્યાં પૃથ્વીનું અસ્તિત્વ છે એમ સમજવુ' જોઇએ.
પૃથ્વીમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ગુરુત્વ, વત્વ .અને સંસ્કાર આટલા ગુણ હોય છે.