________________
વૈશષિકદન
૮૧
(૧) સાતેય પ્રકારનાં રૂપા—શ્વેત, નીલ, પીત, લીલા, કાપાત, લાલ અને ચિત્ર—પૃથ્વીમાં જ સંભવે છે.ૐ આને અથ એ કે કેટલાક પૃથ્વીપરમાણુએ શ્વેત હોય છે, કેટલાક નીલ, વગેરે. એક જ પૃથ્વીપરમાણુ એક સમયે સાતેય રૂપા ધરાવે છે એમ વૈશેષિકનું કહેવું નથી. પરંતુ વિવિધ રૂપેા ધરાવતા પરમાણુઓને અનેલા અવયવી સાતેય રૂપે એક સાથે ધરાવી શકે.૪ તેમ છતાં વૈશેષિક એમ નહિ કહે કે આ અવયવી સાતેય રૂપા ધરાવે છે. પણ એ તે એમ કહેશે કે અવયવેનાં સાત રૂપામાંથી બનેલું એક સ્વતંત્ર ચિત્રરૂપ અવયવી ધરાવે છે. જો અવયવીને સાત રૂપા ધરાવતા માનવામાં આવે તે એ રૂપે વ્યાપ્યવૃત્તિ ન રહે જ્યારે રૂપને તે વૈશેષિક વ્યાપ્યવૃતિ ગણે છે. એટલે અવયવીને વ્યાપીને રહેનાર એક સ્વતંત્ર ચિત્રરૂપ વૈશેષિકને માનવુ પડયું છે. ચિત્રરૂપની ચર્ચા આપણે કરી
ગયા છીએ.
જળ અને તેજ (અગ્નિ) પણ રૂપવાળાં છે, પરંતુ એમનામાં અનેક રંગે નથી હોતા. શુદ્ધ જળમાં કેવળ શુકલ રૂપ હોય છે અને અગ્નિમાં ભાસ્વર શુકલ રૂપ હોય છે. પરંતુ પૃથ્વી તે અનેક રૂપાવાળી હોઈ શકે છે. એના અણુએ વિવિધ રૂપા–રગા ધરાવે છે.
અહીં કેઇને શંકા થાય કે આકાશમાં નીલ, રક્ત, વગેરે રંગા દેખાય છે તેનુ શું વૈશેષિક કહે છે કે હકીકતમાં આકાશ રૂપહીન છે. તેને કેાઈ રંગ નથી. ધૂળના કર્ણાના સંચાગને કારણે તે નીલ દેખાય છે. વળી, સૂર્યના પ્રકાશ પડવાથી તે કણા વિવિધ રંગેા ધારણ કરે છે. આકાશને પેાતાને તે કાઈ રંગ
નથી.
(૨) છએ છ પ્રકારના રસેા—મધુર, ખાટા, ખારા, તીખા, કડવા અને કષાય—પૃથ્વીમાં જ સંભવે છે. આના અથ એ કે કેટલાક પાર્થિવ પરમાણુએ મધુર હોય છે, કેટલાક ખાટા, વગેરે. એક જ પાર્થિવ પરમાણુ એક સમયે છએ છ રસા ધરાવે છે એમ વૈશેષિકનું કહેવું નથી. પરંતુ વિવિધ રસવાળા પાર્થિવ પરમાણુએના બનેલા અવયવી છએ છ રસા એક સાથે ધરાવી શકે.પ ચિત્રરૂપની જેમ ચિત્રરસ પણ વૈશેષિકે માન્યા હશે એમ આપણને લાગે પરંતુ વૈશેષિકે ચિત્રરસ નથી સ્વીકાર્યાં. (જુએ સેતુ પૃ॰ ૧૮૪)
જળમાં કેવળ મધુર રસ હાય છે અને તેજ વગેરે બાકીનાં દ્રવ્યા રસહીન છે. (૩) ગન્ધ ગુણ પૃથ્વી સિવાય બીજા કાઈ દ્રવ્યમાં હોતા નથી.
૫. È