________________
વૈશેષિક દર્શન માનવું બાલિશ છે.૮૮ વર્તમાનકાળ એક ક્ષણ જેટલો જ વિસ્તૃત છે અને તેની પૂર્વના બધા ક્ષો અતીત છે જ્યારે તેની પછીના બધા ક્ષણો અનાગત છે.૧૦ ૦ જે પ્રત્યક્ષને ક્ષણિક માની તેના વિષયને ક્ષણિક સ્વીકારીએ તો પણ ધારાવાહી પ્રત્યક્ષ એ પ્રત્યક્ષનો એક એવો પ્રકાર છે જે ક્ષણિક નથી પણ લાંબાકાળ સુધી ચાલે છે, એટલે ધારાવાહી પ્રત્યક્ષના વિષયને તો છેવટે અનેક ક્ષણ ટકનાર ગણ્યા વિના છૂટકે નથી એમ કહેવું બરાબર નથી. ધારાવાહી પ્રત્યક્ષ લાંબાકાળ સુધી ચાલતું એક જ્ઞાન નથી પણ એક પછી એક નિરંતર ઉદ્ભવતાં અનેક ક્ષણિક જ્ઞાનો છે. તેથી ધારાવાહી પ્રત્યક્ષનો વિષય પણ એક નથી પણ એક પછી એક નિરંતર ઉભવતા અનેક ક્ષણિક વિષય છે. ધારાવાહી પ્રત્યક્ષ એ અનેક ક્ષણિક પ્રત્યક્ષની સંતતિ છે, જ્યારે તેને વિષય એ અનેક ક્ષણિક વિયોની સંતતિ છે. આમ ક્ષણભંગવાદી પુરવાર કરે છે કે વસ્તુની ક્ષણિકતા પ્રત્યક્ષગ્રાહ્ય છે.'
હવે આપણે વૈશેષિકે ક્ષણભંગવાદીની દલીલેનું ખંડન કરી વસ્તુનું સ્થાયિત્વ કેવી રીતે પુરવાર કરે છે તે જોઈશું.
(૧) એક વસ્તુનું બે ક્ષણોએ હોવું અશક્ય છે એટલે વસ્તુ ક્ષણિક છે એવું માનનાર ક્ષણભંગવાદીને વૈશેષિક નીચે પ્રમાણે ઉત્તર આપે છે. જ્યારે વર્તમાન કાળનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન અ-વર્તમાનકાળને ભૂતકાળને અને ભવિષ્યકાળને) વ્યાવૃત્ત કરે છે કારણ કે વર્તમાનકાળ અને અ–વર્તમાનકાળ પરસ્પર વિરોધી છે. અલબત્ત, વર્તમાનકાળ સાથેને વસ્તુનો સંબંધ તે વસ્તુના ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથેના સંબંધને વ્યાવૃત્ત કરતું નથી. એકનો અનેક સાથે સંબંધ હોવામાં કઈ વિરોધ નથી, એક દોરાને અનેક મણકાઓ સાથે સંબંધ હોવામાં કઈ વિરોધ નથી. પૂર્વ ક્ષણ અને ઉત્તર ક્ષણ એકબીજાની વિરોધી છે. એક વસ્તુનો પૂર્વ ક્ષણ સાથેનો સંબંધ અને તેનો ઉત્તર ક્ષણ સાથેનો સંબંધ એ બે સંબંધો પણ એકબીજાથી ભિન્ન છે. પરંતુ એક વસ્તુનો બે ક્ષણ સાથે સંબંધ થવાથી તે બે ક્ષણે એકની બે વસ્તુઓ બની જતી નથી. વસ્તુ બે ભિન્ન ક્ષણોથી તેમ જ તે ક્ષણો સાથેના બે ભિન્ન સંબંધોથી પણ જુદી છે. એટલે ક્ષણભેદે કે સંબંધભેદે વસ્તુભેદ થતો નથી. એકનો ભેદ બીજાના ભેદનું કારણ બનતો નથી. એટલે ક્ષણભેદ વસ્તુમાં ભેદ જન્માવત નથી. ૧૦૨
(૨) અર્થ ક્રિયાકારી હોય તે જ સત એવી ક્ષણભંગવાદીની માન્યતાનો સ્વીકાર વૈશેષિકે કરતા નથી. તેમના મતે આ સત્ છે એવી બુદ્ધિનો જે