________________
તેમનું દેવું સંભવતું નથી અને પરિણામે તે ત્રણેયને કે તેમાંના કેઈ બેને એક જ્ઞાન વિષય કરી શકે નહિ.૯૪
પ્રત્યભિના ઉપજનન (ઉત્પત્તિ) અને અપાય (વિનાશ) રહિત વસ્તુના કેવળ સ્વરૂપને ગ્રહણ કરે છે એમ માનવું બરાબર નથી, કારણ કે વસ્તુ કેવળ વર્તમાનકાલનિષ્ઠ જ હોય છે. ક્ષણભંગવાદી અહીં પ્રશ્ન ઊઠાવે છે કે વસ્તુના વિનાશ અને જન્મને કાલ વર્તમાન છે કે અવતમાન ? જે અવર્તમાન, તે તે કાલનું ગ્રહણ શક્ય જ નહિ બને. એટલે વસ્તુના વિનાશ અને જન્મનો કાલ વર્તમાન જ માન્યા વિના છૂટકે નથી. વસ્તુના વિનાશ અને જન્મને કાળ વર્તમાન માનતાં ઉત્પાદ અને વિનાશનું ગ્રહણ પણ વર્તમાન કાળ સાથે થશે. તેથી વસ્તુ અવશ્ય ઉત્પાદ અને વિનાશ બંનેથી યુક્ત હોય છે એ હકીક્ત પુરવાર થાય છે." આમ સ્થાયિત્વ પુરવાર કરવા આવેલી બિચારી પ્રત્યભિજ્ઞા ક્ષણિકતા પુરવાર કરી વિદાય લે છે.?
પ્રત્યભિજ્ઞા પૂર્વકાલીન અને ઉત્તરકાલીન વિયેની એકતા પુરવાર ન કરી શકે. એ એકતાનું જ્ઞાન બ્રાન્તિ છે. - (૫) ક્ષણભંગવાદીઓ વસ્તુની ક્ષણિકતાને પ્રત્યક્ષ પ્રમાણથી નીચે પ્રમાણે સિદ્ધ કરે છે : પ્રત્યક્ષ પોતે જ્ઞાનસ્વભાવ હોવાથી ક્ષણિક છે. તેથી તે પિતાના અસ્તિત્વકાળે જે વિષય અસ્તિત્વ ધરાવતો હોય છે તેને જ ગ્રહણ કરે છે. આમ પ્રત્યક્ષ પોતાના વિષયની વર્તમાનકાળસંબદ્ધ ન હોવાની શક્યતાને દૂર કરે છે. વળી, પ્રત્યક્ષ વર્તમાન ક્ષણથી અન્ય ભૂત અને ભવિષ્યત ક્ષણો સાથેના પોતાના વિષયના સંબંધની શક્યતાને પણ દૂર કરે છે કારણ કે તેને વર્તમાન ક્ષણ સાથે નિયત સંબંધ છે. જેને સંબંધ વર્તમાન ક્ષણ સાથે હેય તેનો સંબંધ ભૂત કે ભવિષ્યત ક્ષણો સાથે ન હોઈ શકે. જે વર્તમાન ક્ષણે ગૃહીત થનાર વિષયને ભૂત અને ભવિષ્યમ્ ક્ષણો સાથે સંબંધ અશક્ય હોય તે તેનો અર્થ એ થાય કે તે વિષય કેવળ વર્તમાન ક્ષણે જ અસ્તિત્વ ધરાવે છે અર્થાત ક્ષણિક છે. પ્રત્યક્ષથી કેવળ વસ્તુ ગૃહીત થાય છે પરંતુ ક્ષણિકતાનું ગ્રહણ થતું નથી એવી વાત કરવી બરાબર નથી. સ્થાયિત્વ માનનારા પણ સ્વીકારે છે કે પ્રત્યક્ષ કાલાવચ્છિન્ન (કાલવિશિષ્ટ) વિષયને જ ગ્રહણ કરે છે. કેઈક ભણે છે, કેઈક રસોઈ કરે છે વગેરે વાક્યો દર્શાવે છે કે વર્તમાનકાળ વિસ્તૃત છે અને તે માત્ર ક્ષણસીમિત નથી૮૮–આમ માનવું પણ ઠીક નથી. વર્તમાન દીધું છે એમ કહેવું તેમ જ તે અનેક ક્ષણોને બનેલે એક અવયવી છે એમ