________________
વૈશેષિકદર્શન
૫૩
(૨) સતનું લક્ષણ છે અર્થ ક્રિયાકારિતા (કાર્ય કરવું તે). That which works is real. જે કાર્ય કરે છે તે સત્ છે અને જે કાર્ય કરતું નથી તે અસત છે. સ્થાયી વસ્તુમાં અર્થ ક્રિયાકારિતા ઘટતી નથી. સ્થાયી વસ્તુને વિશે પ્રનિ ઉદ્ભવે છે કે તે પોતાનાં બધાં જ કાર્યો ક્રમથી કરે છે કે અક્રમથી ? જો તે પોતાનાં બધાં જ કાર્યો અક્રમથી અર્થાત પ્રથમ ક્ષણે જ કરી નાખે તે બીજી, ત્રીજી, વગેરે ક્ષણે તેને કંઈ કરવાનું રહે નહિ, પરિણામે તે ક્ષણેએ તેની સત્તા જ ન રહે. જે તે પોતાનાં કાર્યો કમથી કરે છે એમ માનીએ તો પ્રશ્ન ઊઠે કે તે કાર્યોને ઉત્પન્ન કરવા તે પ્રથમ ક્ષણે સમર્થ છે કે નહિ? જે સમર્થ હોય તો પ્રથમ ક્ષણે જ બધાં કાર્યોને તેણે કરી દેવાં જોઈએ. સમર્થ શા માટે કાળક્ષેપ કરે જે તે કાર્યોને ઉત્પન્ન કરવા તે પ્રથમ ક્ષણે અસમર્થ હોય તો કદીય તે તેમને ઉત્પન્ન નહિ કરી શકે કારણ કે અસામર્થ્ય તેનો સ્વભાવ છે અને તેનો એ સ્વભાવ બીજી, ત્રીજી, વગેરે ક્ષણેએ રહેવાને જ. આમ એ સપષ્ટ છે કે સ્થાયી વસ્તુ કમથી પોતાનાં કાર્યો કરી શકે નહિ.
ક્ષણભંગવાદી સમક્ષ કેઈ નીચે પ્રમાણે રજૂઆત કરે છે : સ્થાયી વસ્તુ પ્રથમ ક્ષણે પણ બધાં કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ધરાવતી હોવા છતાં તે તે બધાં કાર્યોને પ્રથમ ક્ષણે ઉત્પન્ન કરતી નથી કારણ કે તેમને ઉત્પન્ન કરવા માટે યોગ્ય સહકારિકારણોની તેને અપેક્ષા છે અને તે બધાં કાર્યોનાં બધાં જ યોગ્ય સહકારિકાર એક કાળે (અર્થાત પ્રથમ ક્ષણે) તેને પ્રાપ્ત થતાં નથી પણ ક્રમથી થાય છે. જે કાર્યને ઉત્પન્ન કરવા જરૂરી સહકારિકારણે તેને જ્યારે પ્રાપ્ત થાય છે તે કાર્યને તે ત્યારે જ ઉત્પન્ન કરે છે. બીજ પોતાના કાર્ય અંકુરને ત્યારે જ પેદા કરે છે જ્યારે તેને જરૂરી સહકારિકારણો જેવાં કે પાણી, ખાતર, તાપ, વગેરે પ્રાપ્ત થાય છે.
આનો જવાબ આપતાં ક્ષણભંગવાદી પ્રશ્ન ઊઠાવે છે કે સહકારિકારણો મુખ્ય કારણમાં કંઈ અતિશય (excellence, additament) લાવે છે કે નહિ ? જે ના, તો સહકારિકારનો કોઈ અર્થ નથી. જો હા, તો તે અતિશય મુખ્ય કારણથી ભિન્ન છે કે અભિન્ન ? જે અતિશયને મુખ્ય કારણથી ભિન્ન માનવામાં આવે તો કાય મુખ્ય કારણથી ભિન્ન અતિશયમાંથી ઉત્પન્ન થતું હોઈ અતિશયને જ કાર્યનું કારણ માનવું જોઈએ—પેલા મુખ્ય કારણને નહિ. અતિશયના હતાં કાર્ય ઉત્પન્ન થાય છે અને એના ન હોતાં તે ઉત્પન્ન થતું નથી. એથી ઊલટું, મુખ્ય કારણના (બીજના) હોવાં છતાં કાર્ય (અંકુર) ઉત્પન્ન થતું નથી એટલે મુખ્ય કારણને નહિ પણ સહકારિકરણોએ ઉત્પન્ન કરેલા અને મુખ્ય ,