________________
વૈશેષિકદર્શન
૪૭
અને બીજું અવયવી હેતું નથી. જે જેનાથી અભિન્ન હોય તે તેનો અવયવ ન જ હોઈ શકે. તંતુ તંતુના અવયવ કે પટ પટનો અવયવ કેઈએ કદીય જાણે
. (૭) વિરોધી કહે છેઃ કાર્ય પોતાના ઉપાદાનકારણથી હમેશા અભિન્ન જ હોય છે. અવયવી કાર્ય છે અને અવયવો ઉપાદાનકારણ છે. એટલે અવયવીને અવયવોથી અભિન્ન જ માનવો જોઈએ.
વિધીને. શેષિક ઉત્તર આપે છે : જે અવયવીને અવયવોથી અભિન્ન માનીએ તે કારણે પોતે પિતાને ઉત્પન્ન કરે છે એવી વિચિત્ર વાત માનવી પડે. પરંતુ કેઈ કારણ પોતે પિતાને ઉત્પન્ન કરી શકે જ નહિ. તંતુ તંતુને ઉત્પન્ન કરી શકે જ નહિ. તંતુ તંતુને ઉત્પન્ન નથી કરતો પણ પટને ઉત્પન્ન કરે છે. ૬૭ તેથી અવયવોથી ભિન્ન અવયવીને માનવો જોઈએ.
(૮) વિરોધી જણાવે છે કે અવયવોમાંથી અવયવી નામનું કઈ દ્રવ્ય ઉત્પન્ન થતું જ નથી પરંતુ અવયે એક બીજાની નજીક અમુક રીતે ગોઠવાય છે એટલે આપણે તેને અવયવોના નામથી જુદું નામ આપીએ છીએ. ગાઢ રીતે નજીક ગોઠવાયેલાં તંતુઓને જ પટ નામ આપવામાં આવે છે. આમ પટ નામવાળી તંતુઓથી ભિન્ન કઈ વસ્તુ નથી; પટ એ તો માત્ર તંતુઓનો સંસ્થાનવિશેષ યા રચનાવિશેષ છે.
વૈશેષિક વિધીનો પ્રતિકાર કરતાં પૂછે છે કે સંસ્થાનવિશેષ પોતે અવચોથી ભિન્ન છે કે અભિન્ન વિરોધી સંસ્થાનવિશેષને અવયવોથી અભિન્ન માની શકે નહિ કારણ કે તેમ માનતાં સંસ્થાનવિશેષની વાત અર્થ વગરની બની જાય. એટલે વિરોધીએ સંસ્થાનવિશેષને અવયથી ભિન્ન જ માનવ પડે. પરંતુ એમ માનતાં તો આડકતરી રીતે અવયવનો સ્વીકાર જ થઈ ગયો ગણાય.
(૯) જે જેનાથી ઉત્પન્ન થાય છે તેનાથી ભિન્ન ન જ હોય એવું વિરોધી જણાવે છે. અર્થાત, જે જેનાથી ભિન્ન હોય તે કદીય તેને ઉત્પન્ન કરી શકે નહિ. ગાય અશ્વથી ભિન્ન છે એટલે તે અશ્વને પેદા કરી શકે નહિ. તંતુઓથી પટ ઉત્પન્ન થાય છે એટલે પટ તંતુઓથી ભિન્ન ન હોય પણ અભિન્ન જ હોય.
આનો ઉત્તર ઉદ્યોતકર નીચે પ્રમાણે આપે છે : વિરેાધીને મત બરાબર નથી, કારણ કે વિરોધીઓ માની લીધું છે કે કારણ પિતાથી ભિન્ન કાર્યને ઉત્પન્ન ન