________________
પદર્શન
* વિરોધી વૈશેષિકનો કેડો છોડતો નથી. વિરોધી તેને પૂછે છે કે ચિત્રરૂપ ધરાવતા પટની કિનાર ચિત્રરૂપ ન ધરાવતી હોય પણ લાલ હોય તે શી પરિસ્થિતિ થશે પટ અવયવી હાઈ કિનારમાં પણ તે છે જ એટલે પટનું ચિત્રરૂપ કિનારમાં પણ હોવું જ જોઈએ, તો પછી કિનારમાં દેખાતું કેમ નથી૫૭ ?
ઉપરની સમસ્યાનો ખુલાસો વૈશેષિક નીચે પ્રમાણે આપે છે. પટના ચિત્રરૂપનું પ્રત્યક્ષ થવામાં અનેક હેતુઓ જરૂરી છે, તેમાંના એક હેતુ પટના અવયવભૂત તત્ત્વએના અનેક રૂપોનું દર્શન પણ છે જ. પરંતુ કિનારના પ્રત્યક્ષ વખતે પટના અવયવોના અનેક રૂપોનું પ્રત્યક્ષ થતું નથી એટલે કિનારમાં ચિત્રરૂપ હોવા છતાં તેનું પ્રત્યક્ષ થતું નથી.૫૮ વૈશેષિકનો આ ખુલાસે ગળે ઊતરે એવો જણ નથી. જો પટરૂપ અવયવી કિનારમાં પ્રત્યક્ષ થતો હોય તે તે અવયવીનું ચિત્રરૂપ પણ ત્યાં પ્રત્યક્ષ થવું જ જોઈએ કારણ કે વૈશેષિકના સિદ્ધાંત પ્રમાણે પટનું ગ્રહણ પટરૂપના ગ્રહણ વિના સંભવે જ નહિ. '
નવ્યતૈયાયિકએ આ મુશ્કેલીઓમાંથી બચવા એક ચિત્રરૂપને અસ્વીકાર કરી અનેક અવ્યાખવૃત્તિ રૂપને સ્વીકાર કર્યો છે, ૫૯ પરંતુ આમ કરી તેમણે રૂપ વગેરે ગુણે વ્યાપ્યવૃત્તિ છે એવા વૈશેષિકના મૂળભૂત સિદ્ધાંતનું ખૂન કર્યું છે. વળી, ચિત્રરૂપને સ્વીકાર એ અવયવીને સ્વીકાર સાથે અનિવાર્યપણે સંકળાયેલ છે એટલે ચિત્રરૂપના અસ્વીકારથી અવયવીનું અસ્તિત્વ પણ જોખમાય છે. ચિત્રરૂપને અસ્વીકાર કરી જુદા જુદા રૂપ અવયવમાં માને એટલે પછી એક અવયવી રહેતે જ નથી પણ તે જુદા જુદા અવયવોનો સમૂહ જ બની રહે છે. આમ ચિત્રરૂપ અસ્વીકાર વૈશેષિકના અવયવીના સિદ્ધાંત માટે ઘાતક છે. .
(૫) વૈશેષિકને માટે અત્યંત વિચિત્ર પરિસ્થિતિ છે ત્યારે ઊભી થાય છે જ્યારે તેને તેના અવયવીના સિદ્ધાંતને કારણે, અર્થાત અવયવી અવયવોથી ભિન્ન દ્વિવ્ય છે એવા સિદ્ધાંતને કારણે, અનિચ્છાએ અવયવીનું તેમ જ અવયવોનું જુદું
જુદું વજન માનવાની ફરજ પડે છે. અવયવીની પરીક્ષા વખતે કહેવામાં આવે છે કે અવયવો (કારણ) અને અવયવી (કાર્ય) બે ભિન્ન દ્રવ્યો હોવાથી તેમને પિતપિતાનાં જુદાં વજન હોવાં જોઈએ. આ પરિસ્થિતિમાં તંતુઓમાંથી પટ જેવો બને તેવું જ તેનું વજન બમણું થઈ જવું જોઈએ કારણ કે નવું દ્રવ્ય તેના પિતાના વજન સાથે ઉમેરાય છે. પણ આવું તે અનુભવાતું નથી. એટલે બે વિકલ્પો રહું છેએક તે એ કે જેવું નવું કાર્યદ્રવ્ય (અવયવી) ઉત્પન્ન થાય છે તેવું જ કારદ્રવ્ય (અવયવો) પિતાનું વજન ગુમાવે છે અને બીજું એ કે કાર્યવ્ય (અવયવી)