________________
વૈશેષિકદન
૪૧
સાધન અને સાધ્યને એક સાથે કયાંક તા પ્રત્યક્ષથી જાહેલાં હાવા જ જોઈએ. ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન શક્ય બને છે કારણ કે આપણે રસાડામાં ધૂમાડા અને અગ્નિને સાથે પ્રત્યક્ષ જોયેલા છે. પ્રસ્તુત વૃક્ષના દાખલામાં, અવયવીરૂપ વૃક્ષનું તેના આગલા અવયવે। સાથે કાઈ વાર કચાંક પ્રત્યક્ષ થયુ હાય ! તે આગલા અવયવેાના પ્રત્યક્ષ ઉપરથી પછીથી વૃક્ષનુ અનુમાન કરી શકાય. જો એક પણ વાર અવયવીરૂપ વૃક્ષનુ તેના આગલા અવયવેા સાથે પ્રત્યક્ષ સ્વીકારવામાં આવે તે તેના આગલા અવયવેશ જ્યારે જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે ત્યારે અવયવી પણ પ્રત્યક્ષ થાય છે એ આપમેળે ફલિત થાય. આમ અવયવી પ્રત્યક્ષગ્રાહ પુરવાર થાય છે.
ટૂંકમાં, વૈશેષિક જણાવે છે કે જો વૃક્ષને કેવળ અવયવાના સમુદાયરૂપ જ માનવામાં આવે તે વૃક્ષને ન તેા પ્રત્યક્ષથી જાણી શકાય કે ન તે અનુમાનથી જાણી શકાય અને પરિણામે તેના જ્ઞાનની શકયતા જ ન રહે. પરન્તુ બીજી બાજુ, અવયવેાથી ભિન્ન અવયવીરૂપ વૃક્ષને સ્વીકારવામાં આવે તે તેના આગલા અવવેાના પ્રત્યક્ષ સાથે તેનું પણ પ્રત્યક્ષ સ્વીકાર્યાં વિના ન ચાલે.૪૭
અહીં કાઈ સૂચન કરી શકે કે અવયવીને પ્રત્યક્ષગ્રાહ્ય માનીએ પરંતુ તેના અમુક અવયવ પ્રત્યક્ષ થતા હાય ત્યારે નહિ પણ તેના બધા અવયવા પ્રત્યક્ષ થતા હોય ત્યારે જ. આ સૂચન ન્યાય—વૈશેષિકને સ્વીકાય નથી. તે જણાવે છે કે જો એમ માનીશું તેા તે અવયવીનુ પ્રત્યક્ષ કદી થશે જ નહિ કારણ કે તેના બધા અવયવ। એક સાથે પ્રત્યક્ષ થવા અશકય છે; તેના પાછલા અવયવેા આગલા અવયવાથી હમેશ ઢંકાયેલા હાય છે.૪૮
આમ બાહ્ય સ્થૂળ વિષયેાના જ્ઞાનની શકયતા તેમને તેમના અવયવેાથી ભિન્ન અવયવીરૂપે સ્વીકારી તેમના આગલા અવયવોના પ્રત્યક્ષ સાથે તેમનુ પણ પ્રત્યક્ષ સ્વીકારવામાં રહેલી છે, અન્યથા નહિ.
(૨) વિરાધી જણાવે છે કે પરમાણુએ જ છે અને અવયવીરૂપ કોઈ સ્વત ંત્ર દ્રવ્ય નથી. ‘ઘટ છે’ ‘પટ છે’ વગેરે બુદ્ધિ પરમાણુએ જ પેદા કરે છે. આનુ ખંડન કરતાં વૈશેષિક વિરોધીને પૂછે છે કે ટબુદ્ધિ, પટબુદ્ધિ વગેરે વિવિધ બુદ્ધિએ પેદા કરનાર પરમાણુઓમાં તે તે વિશેષ બુદ્ધિ પેદા કરતી વખતે કોઈ વિશેષતા આવે છે કે નહિ ? અર્થાત્, બુદ્ધિની વિશેષતાનું કારણ પરમાણુએમાં આવતી વિશેષતા છે કે પછી તેવા ને તેવા પરમાણુએ ઘટબુદ્ધિ પણ ઉત્પન્ન કરે છે અને પટમુદ્ધિ પણ ઉત્પન્ન કરે છે? જો વિરાધી કહે કે પરમાણુઓમાં વિશેષતા આવે