________________
ન્યાયદર્શન
વેદપ્રમાણ
તે
વેદ એક ખાસ પ્રકારનું શબ્દપ્રમાણ છે. તેના દ્વારા ધમતુ આપણને યથા જ્ઞાન થાય છે. વેદપ્રમાણનુ પ્રામાણ્ય શા કારણે છે ? તેનું પ્રામાણ્ય નિર્દોષ ઋષિઓની વાકયકૃતિરૂપ હોવાને કારણે છે. ઉત્તરકાલીન ન્યાય-નૈરોષિકે કહે છે કે તેના પ્રામાણ્યનુ કારણ નિર્દોષ સર્વજ્ઞ ઈશ્વરની તે કૃતિ હોવાને કારણે છે. આમ વેદની પ્રમાણતાનું કારણ તેના કર્તાનેા—ઋષિઓના કે ઈશ્વરના— ગુણુ (=વીતરાગતા) છે. વેદનું પ્રામાણ્ય આપણે જાણી કેવી રીતે શકીએ ? અર્થાત્ વેદવાકયજન્ય જ્ઞાનની યથાતા આપણે કેવી રીતે જાણી શકીએ ? આયુર્વેદ વગેરે શાસ્ત્રોના પ્રામાણ્યની જેમ જ વેદનુ પ્રામાણ્ય જાણી શકાય છે.૪૬ આયુર્વેદ આદિ શાસ્ત્રના એક અંશનુ પ્રામાણ્ય નિણી ત થતાં શેષ અંગેનુ પ્રામાણ્ય આપણે અનુમાન દ્વારા જાણી લઈએ છીએ. અથવા, આયુર્વેદ આદિ શાસ્ત્રાને પ્રતિપાતિ વિષય પ્રત્યક્ષ અને અનુમાનથી બાધિત નથી થતુા એટલે તે ઉપરથી આપણે આયુર્વેદ આદિ શાસ્ત્રોનુ પ્રામાણ્ય અનુમાનીએ છીએ. તેવી જ રીતે વેદના પ્રામાણ્યને આપણે અનુમાન દ્વારા જાણી શકીએ છીએ.
૫૫૩
શબ્દપ્રમાણની ઉપયોગિતા
શબ્દપ્રમાણની આવશ્યકતા લગભગ બધા જ ભારતીય દાાનિકોએ સ્વીકારી છે, કારણ કે તે બધા સ્વીકારે છે કે કેટલાક વિષયેા એવા છે જેમનું જ્ઞાન ખીજા કાઈ પ્રમાણથી થતું નથી. તે બધા જ વાત્સ્યાયન સાથે સંમત છે કે સ્વ આદિ વિષયા કેવળ શબ્દપ્રમાણથી જ નાત થાય છે. અલબત્ત, આને અથ એ નથી કે શબ્દપ્રમાણથી પ્રત્યક્ષગમ્ય યા અનુમાનગમ્ય વિષયાનુ જ્ઞાન થતું જ નથી. શબ્દપ્રમાણથી તેમનુ પણ જ્ઞાન થાય છે. પર ંતુ કેઈ શંકા ઊઠાવી શકે કે જે વિષયા પ્રત્યક્ષગમ્ય યા અનુમાનગમ્ય હોય તેમની બાબતમાં શબ્દપ્રમાણને આશા શા માટે લેવા જોઈએ ? આને ઉત્તર સરળ છે. જેટલા પ્રત્યક્ષગમ્ય કે અનુમાનગમ્ય વિષયો છે તે બધાનું જ્ઞાન મેળવવા મનુષ્ય જો પેાતાના અંગત અનુભવા ઉપર જ આધાર રાખે અને પેાતાના પૂર્વજોના અનુભવવારસાને ન સ્વીકારે તે। મનુષ્યની પ્રગતિ અશકય બની જાય—અશકય નહિ તેાય અત્યન્ત મન્દ તેા બની જ જાય, કારણ કે દરેક પેઢીને અને અેક વ્યકિતને કેરી પાટીથી જ શરૂ કરવું પડે. વળી, જો જ્ઞાનપ્રાપ્તિ માટે મનુષ્ય કેવળ પેાતાના અંગત અનુભવ ઉપર જ આધાર રાખે અને બીજાના અનુભવોથી શીખવાનું છેાડી દે તે તે જ્ઞાનના સ ંચય કરી શકે નહિ, તેનું માનસ સંકુચિત બની જાય, તે