________________
પ૪૬
પદર્શન
અધીન છે. તેથી આ પદના અર્થને અવયવાર્થ કહેવામાં આવે છે. કેટલાંક પદે એવાં હોય છે જેમને અર્થ વ્યુત્પત્તિલભ્ય નથી, જેમકે ગેપદ. અહીં ગમ ધાતુ(નવું) ડેસ પ્રત્યય (ક્તસૂચક) સાથે સંયોગ થવાથી આ પદ બન્યું છે. તેથી વ્યુત્પત્તિ અનુસાર એને અર્થ થશે ગમનશીલ'. પરંતુ ગમનશીલ તે ઘણું પદાર્થો હોય છે. ગાય, ઘેડે, હાથી, મનુષ્ય, વગેરે બધાં ગમનશીલ છે. પરંતુ બધાં ગેપદવા નથી. ગોપદથી તે એક ખાસ પશુને બંધ થાય છે. તેથી ગોપદની શક્તિ ધાત્વર્થ અને પ્રત્યયાર્થથી સ્વતંત્ર છે. વ્યુત્પત્તિ સાથે એનો સંબંધ નથી. કેવળ રૂઓ આ બે વર્ગોના સમુદાય ઉપર જ એનો અર્થ નિર્ભર છે. આવા અર્થને સમુદાયાથે કહેવામાં આવે છે.
અવયવાર્થ અને સમુદાયાર્થીને આધારે પદના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે–૮, યૌગિક અને યોગરૂઢ.
જે પદનો અર્થ (યા પ્રવૃત્તિપ્રયાગ) વ્યુત્પત્તિને અધીન નથી તે પદ રૂઢ કહેવાય છે, જેમ કે ઘટ, પેટ, જલ, વૃક્ષ, વગેરે. આ પદ્યને અર્થ ધાતુ, પ્રત્યય, વગેરે અવયવો પર નિર્ભર નથી. અર્થાત આ પદ અવયવાર્થમાં પ્રયુક્ત થતાં નથી. “ઘ” અને “ટ” આ બે વર્ગોના સમુદાયમાં જ શક્તિ છે. તેથી આ પક સમુદાયાર્થમાં જ પ્રયુક્ત થાય છે.
આ સંદર્ભમાં એક પ્રશ્ન જાગે છે. “ઘ” અને “2” આ બેય ઘટકે – ખડે . નિરર્થક છે. કેવળ “ઘ” કહેવાથી કંઈ અર્થ પ્રતીત થયો નથી. પછી છે” કહીએ છીએ. પરંતુ “ટને પણ કંઈ અર્થ નથી. આ બે નિરર્થક ઘટકે એક સાર્થક પદને બનાવી જ કેવી રીતે શકે ? જે કહે કે તે બેના સંયોગમાં શક્તિ છે તે એ શંકા જાગે છે કે તેમનો સંગ કેવી રીતે સંભવે ? જ્યારે ધ હતા ત્યારે “ટ” ન હતો અને જ્યારે “ટ” ઉચ્ચારાય ત્યારે તે “ઘ”. લુપ્ત થઈ ગયો હતો. ઉચ્ચારણ થતાં જ વર્ણ નાશ પામે છે. સંત અને અસતનો સંયોગ સંભવે નહિ.
આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા વૈયાકરણ પદમાં સ્ફટશકિતની કલ્પના કરે છે. પદમાં નિત્ય નિરવયવ સ્ફોટશકિત છે, તે અનિત્ય વર્ણોથી અભિવ્યક્ત થઈ પદાર્થોને બોધ કરાવે છે.
તૈયાયિકે સ્ફોટ સ્વીકારતા નથી. તેમને મતે “ધ” અને ” બે વર્ગોના સમુદાયમાં જ શકિત છે, તે સમુદાયથી અતિંરિકત સ્ફોટ માનવાની જરૂર નથી.