________________
ન્યાયન
૫૪૫
પવાચ્ય ગણીએ છીએ. તેથી કહેવું પડશે કે ‘ગા’આકૃતિ ગા’પદના અર્થ છે.
.
આકૃતિને પદાથ માનતાં બીજી મુશ્કેલી ઊભી થાય છે. જે માટીની ગાય બનાવીને રાખવામાં આવી હોય તો તે ગાયમાં ગા-આકૃતિ હોવા છતાં તેની બાબતમાં ગાયને પાણી પીવડાવા’, ગાયને દોહા’, વગેરે પ્રયોગા અશકય બની જાય છે. તેથી ‘ગે’પદના અથ ગા-આકૃતિ નથી. જો ગા’પદના અથ ગા’આકૃતિ હોત તે પ્રસ્તુત માટીની ગાય પણ દૂધ દેત અને પાણી પીવત. માટીની ગાયમાં વ્યક્તિ અને આકૃતિ બંને હોવા છતાં ગાવતિ નથી એટલે તેને ‘ગા’પવાચ્ય નથી ગણવામાં આવતી. જ્યાં ગત્વજાતિ હોય તે વ્યકિત-આકૃતિ ગા’પાચ્ય છે અને જ્યાં ગાટ્યજાતિ નથી તે વ્યકિત-આકૃતિ ગા’પદવાચ્ય નથી. આમ ‘ગે’પદના ગેાત્વજાતિ સાથે અન્વય-વ્યતિરેક હાવાથી ગા’પદના પદા ગેાત્વજાતિને જ માનવા જોઇએ એમ લાગે છે.
પરંતુ આમ માનવું ઠીક નથી. શુદ્ધ જાતિને પદના અથ (=પદાર્થ) ન. ગણી શકાય, કારણ કે જાતિને અભિવ્યકત થવા માટે વ્યક્તિ–આકૃતિની અપેક્ષા છે. એટલે, વ્યકિત-આકૃતિના જ્ઞાન વિના જાતિનું જ્ઞાન સ ંભવતું નથી. પથી વ્યકિત-આકૃતિને નણ્યા વિના તદભિષ્યંગ્ય જાતિનું જ્ઞાન કેવાં રીતે થાય ? આમ જાતિ પણ પદાર્થ (=પદને અં) નથી.૯
વ્યક્તિ, આકૃતિ કે જાતિ પદના અ ન હોઈ પદના કેાઈ અથ જ નથી એવું થશે ? ના, એવું નથી. તે પદના અથ શા છે ? વ્યક્તિ, આકૃતિ અને જાતિ ત્રણેય મળીને એક, પદના અથ છે;૧૦ અલબત્ત, વિવજ્ઞાનુસાર એક પ્રધાન હોય છે અને બાકીના બે ગૌણ હોય છે. જ્યારે ભેદ વિવક્ષિત હોય છે ત્યારે વ્યક્તિ પ્રધાન હોય છે અને જ્યારે ભેદ વિવક્ષિત નથી હોતા ત્યારે જાતિ પ્રધાન હોય છે, ઈત્યાદિ. આ ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનને મત છે.૧૧
પદના અથ શેના ઉપર નિ`ર છે ? શું તે વ સમુદાય પર નિર્ભર છે કે ધાતુ, પ્રકૃતિ, પ્રત્યય વગેરેના સંચાગ ઉપર ? બીજા શબ્દોમાં, પતા અથ સ્વાધીન છે કે વ્યુત્પત્તિને અધીન છે ? નૈયાયિકોને મતે કેટલાંક પદોને અથ સ્વાધીન છે જ્યારે કેટલાંક પદાને અ વ્યુત્પત્તિને અધીન છે. કેટલાંક પદો એવાં હાય છે જેમને અથ વ્યુત્પત્તિલભ્ય હોય છે, ઉદાહરણા ‘પાચક’ પદ, અહી` પર્ ધાતુના અક્ પ્રત્યય (કર્તાસૂચક) સાથે સંયેાગ થવાથી ‘પાચક’પદ બન્યું છે. તેથી આ શબ્દની શક્તિ ધાત્વથ અને પ્રત્યયા એ બે અવયવેાને
૧. ૩૫