________________
વૈશેષિકદન
૩૭
પરમાણુ સાથે) સમાગ અવ્યાપ્યવૃત્તિ છે એના અર્થ એ નથી કે તે વચલા પરમાણુના પૂર્વ ભાગમાં રહે છે અને બીજા ભાગામાં રહેતા નથી (કારણ કે પરમાણુ તે। નિર્ભાગ (નિરવયવ છે)) પણ તેના અર્થ તે એ છે કે પૂવ વિચ્છિન્ન સયેાગ તેમાં રહે છે અને દિગન્તરાવચ્છિન્ન સંયાગ તેમાં રહેતા નથી. આ રીતે પરમાણુના છ પરમાણુઓ સાથેના તેમ જ છ દિશા સાથેના સંચેાગને સમજવાથી પરમાણુમાં સાવયવપણાની આપત્તિ નહિ આવે.
વિરોધી ઉપરની ચર્ચાને અંતે એવા આક્ષેપ કરે છે કે આમાંથી તે એ ફલિત થાય છે કે (૧) ૭ અણુએ એક જ આશ્રયમાં રહે છે અને (૨) છ અણુએના વચલા અણુ સાથેના સંચાગે એક જ આશ્રયમાં રહે છે; જો ખરેખર આમ જ હાય તા સાત અણુઓને જે પિંડ અને તે અણુપરિમાણુ જ રહેવા જોઈ એ પણ આ તેા ઈષ્ટ નથી. આ આપત્તિને જવાબ વૈશેષિક નીચે પ્રમાણે આપે છે.
વચલા અણુના છ અણુએ સાથે છ સંયોગેા છે. આ છ સયાગમાંથી વચલા અણુને પૂર્વ અણુ સાથેને સંયેાગ વચલા અણુ અને પૂર્વ અણુમાં રહે છે. તે વચલા અણુ અને પશ્ચિમઅણુમાં રહેતા નથી. તેવી જ રીતે વચલા અણુને પશ્ચિમઅણુ સાથેને સંચાગ વચલા અણુ અને પશ્ચિમઅણુમાં જ રહે છે પણ વચલા અણુ અને પૂ અણુમાં રહેતા નથી. આ રીતે એ મેં અણુઓની જોડી લઈ વિચારીએ તા તે છ સંચાગેાના આશ્રયા ભિન્ન ભિન્ન છે—એક જ નથી—તે જણાઈ આવે છે. આમ છ સયેાગેાના આશ્રયા છ જુદી જુદી પરિમાણુજોડીએ છે. આ છોડીએમાંની પ્રત્યેક જોડીમાં વચલા પરમાણુ છે જ એટલે એ દૃષ્ટિએ છ સયાગાના એક સમાન આશ્રય છે એવુ શિથિલ રીતે કહેવું હાય તેા કહી શકાય. પરંતુ ખરેખર તેા સયાગ એ એવા ગુણ છે જે હમેશા સંયુક્ત એ દ્રવ્યેામાં જ રહે છે, એટલે પ્રસ્તુત છ સંયાગાને એક આશ્રયમાં રહેતા ન જ ગણવા જોઈ એ.૪૦
જ
વચલા પરમાણુ સાથે જોડાતા છ પરમાણુઓને એક આશ્રય નથી જ. વૈશેષિક જણાવે છે કે જો કે વચલા અણુના છ અણુએ સાથેના સંચાગેા વચલા અણુમાં રહે છે એ દૃષ્ટિએ તે સગાને એક આશ્રય છે એમ હજુય શિથિલ રીતે કહી શકાય૪૧ પરંતુ છ અણુએને એક આશ્રય છે એમ તેા કાઈ પણ રીતે ન જ કહી શકાય. છ અણુઓના એક આશ્રય તરીકે વચલા અણુને ગણી શકાય નહિ કારણ કે દ્રવ્યના આશ્રય તેના અવયવેા (સમવાયિકારણ–ઉપદાનકારણ) સિવાય ખીજું ક ંઈ હેાઈ શકે નિહ, પરંતુ પરમાણુ તે કારહીન અને નિરવયવ