________________
પદર્શન
* ઉપર જે કહ્યું કે સંગો અવ્યયવૃત્તિ છે તેને અર્થ શો ? વૈશેષિકને મતે સંગ ગુણ છે. જે ગુણ પિતાના આશ્રયને વ્યાપીને રહેતો નથી તે ગુણ અવ્યાપ્યવૃત્તિ કહેવાય, દાખલા તરીકે વાંદરાને વૃક્ષ સાથે સંયોગ. કપિસંયોગ આખા વૃક્ષમાં રહેતું નથી, તે તો ડાળીના એક દેશમાં રહે છે, તે મૂળમાં રહેતા નથી. સગગુણ રૂપગુણ જેવો નથી. રૂપગુણ તો આખાય વૃક્ષને વ્યાપીને રહે છે. એટલે તે વ્યાપ્યવૃત્તિ કહેવાય છે. સંગગુણ વૃક્ષના એક ભાગમાં, એક અવયવમાં રહે છે એટલે તેને અવ્યાપ્યવૃત્તિ કહેવાય છે. શેષિક અનુસાર અવયવ(ડાળી) અવયવી(વૃક્ષ)થી ભિન્ન છે. અવયવ અને અવયવી વચ્ચે ભેદ છે. એટલે પ્રશ્ન ઊભો થાય કે કપિસંયોગને વૃક્ષ સાથે કેમ ગણવામાં આવે છે અને ડાળી સાથે કેમ ગણવામાં નથી આવતો પ્રશ્નમાં સૂચિત પ્રક્રિયા અપનાવીએ તો નીચે જણાવેલી આપત્તિ આવે. સંયોગ ડાળી સાથે જે તર્કથી માનો છો તે તર્કથી તે તેને ડાળી સાથે નહિ પણ ડાળીને એક દેશ સાથે અને છેવટે તો માત્ર એક અણુ સાથે જ માનવો પડવાનો; અને અણુ પ્રત્યક્ષગ્રાહ્ય ન હોઈ તે સંયોગ પણ પ્રત્યક્ષગ્રાહ્ય નહિ બનવાનો. આ આપત્તિ 'ટાળવા સંયોગને હમેશા છેલ્લા કાર્ય દ્રવ્યમાં (અહીં વૃક્ષ) રહે માનવો જોઈએ. સંયોગને છેલ્લા કાર્યક્રવ્યમાં માનીએ એટલે તેને અવશ્યપણે તેના એક દેશમાં માનવો જોઈએ.૩૭ હવે જે સંયોગ એ આધારના એક દેશમાં જ રહેતા ગુણ હોય તે અણુમાં રહેતા સંગિની બાબતમાં શું થશે? જે તે અણુના એક દેશમાં રહે છે એમ કહો તો અણુ સાવયવ બની જશે. આ આપત્તિ ટાળવા અવ્યયવૃત્તિના ઉપર જણાવેલ અર્થમાં વૈશેષિકેએ સુધારે કર્યો છે. અવ્યયવૃત્તિ ગુણ એટલે એવો ગુણ કે જે પોતાના આશ્રમમાં એક જ સમયે રહેતે પણ હોય અને ન પણ રહેતે હેય.૩૮ એક જ ગુણ પોતાના આશ્રયમાં એક જ સમયે રહે છે તેમ જ રહેતું નથી એમ કહેવામાં તે વિરોધ જણાય છે. વૈશેષિકે આ વિરોધનો પરિહાર નીચે પ્રમાણે કરે છે. કપિસંયોગ એક સમયે વૃક્ષમાં રહે છે અને નથી રહેતે એનો અર્થ એ કે ડાળીરૂપ અવચ્છેદકથી અવચ્છિન્ન કપિસાગ વૃક્ષમાં રહે છે પરંતુ મૂળરૂપ અવચ્છેદકથી અવચ્છિન્ન કપિગ વૃક્ષમાં રહેતો નથી. અવચ્છેદકનો અર્થ છે બધી બાજુથી કાપનાર, મર્યાદિત કરનાર, અને અવચ્છિન્નનો અર્થ છે બધી બાજુથી પાનાર, મર્યાદિત થનાર. આમ કાર્યદ્રવ્યમાં અમુક અવયવથી અવચ્છિન્ન સંગ રહે છે અને બાકીના અવયવોથી અવચ્છિન્ન તે રહેતો નથી એમ સમજવું જોઈએ. પરમાણુની બાબતમાં સંયોગનું રહેવું અને ન રહેવું અમુક દિફસ્વચ્છિન્ન સંગ તેમાં રહે છે અને અન્ય દિઅવચ્છિન્ન સંગ તેમાં રહેતો નથી એમ કહી સમજવું જોઈએ.૩૯ વચલા પરમાણુને બીજા પરમાણુ સાથે (કહો કે પૂર્વ