SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પર પદ્દે ન પંચાવયવરૂપે શબ્દ કરી રજૂ કરવામાં આવતાં વ્યક્તિ તેને તે ક્રમે સમજી અનુમાન દ્વારા સાધ્યનું જ્ઞાન કરે છે. આ દૃષ્ટિએ સ્વાર્થાનુમાનની અપેક્ષાએ પરાથંનુમાનમાં ભાષા અધિક મહત્ત્વ ધરાવે છે. પરાર્થાંનુમાનમાં પચાવયવને (=ન્યાયના) પ્રયાગ આવશ્યક છે જ્યારે સ્વાર્થાનુમાનમાં તેની જરૂર નથી. આ દૃષ્ટિએ જ કેટલાક દા`નિકા સ્વાર્થાનુમાનને જ્ઞાનાત્મક ગણે છે, જ્યારે પરાઅંનુમાનને શબ્દાત્મક ગણે છે. પ૮ પરાર્થાનુમાન દ્વાશ બીજાને થતુ જ્ઞાન શબ્દજન્મ હેાવા છતાં તેને શાબ્દ (=શબ્દપ્રમાણથી પ્રાપ્ત) કેમ નથી ગણવામાં આવતું ? આના ઉત્તરમાં તૈયાયિક જણાવે છે કે પરાર્થાનુમાન દ્વારા બીજાને જે જ્ઞાન થાય છે તે શબ્દજન્ય છે એમ ન માનવું જોઈ એ, તે જ્ઞાન પણ સ્વાર્થાનુમાનની જેમ જ પરામજન્ય જ છે;પ સ્વાર્થાંનુમાનમાં શબ્દની સહાય જરૂરી નથી જ્યારે પરાર્થાંનુમાનમાં શબ્દની સહાય જરૂરી છે એટલા જ તેમાં ભેદ છે. પચાવયવવાકય - નૈયાયિકાએ પરાથૅનુમાન પંચાવયવવાકવરૂપ માન્ય છે. અર્થાત્, પરાર્થાનુમાનમાં પાંચ વાકયરૂપ અંગ છે. તે છે — પ્રતિજ્ઞા (statement of thesis), હેતુ (statement of logical reason), ઉદાહરણ્યુ (major premise with an example), ઉપનય (minor premise) અને નિગમન (conclusion).! હવે આ દરેકને ક્રમથી સમજીએ. પ્રતિજ્ઞા—સાધ્યનુ વચન (statement) પ્રતિજ્ઞા કહેવાય છે. આપણે જોઈ ગયા છીએ કે સાધ્ય યા અનુમેય ધમ વિશિષ્ટ ધમી (યા ધમિ વિશિષ્ટ ધ) છે. જે સાધ્યને સિદ્ધ કરવા માગતા હેાઈ એ તેને શબ્દબદ્ધ કરી રજૂ કરવુ તે પ્રતિજ્ઞા છે. જો આપણે પર્યંતને અગ્નિવિશિષ્ટ સિદ્ધ કરવા માગતા હાઇએ તે। પર્યંત અગ્નિમાન છે” એવું વાકય પ્રતિજ્ઞા અને. હેતુ—સાધ્યને સિદ્ધ કરવા માટે જે યુકિત યા સાધન હાય તેને શબ્દ બહુ કરી જણાવવું તે હેતુ છે.ક૨ પર્યંત ઉપર અગ્નિનું અસ્તિત્વ પર્વ તગત ધૂમથી પુરવાર કરવા માગતા હોઇએ તે ‘કારણ કે પર્યંત ધૂમયુકત છે' એવું. વચન હેતુ બને. ઉદાહરણ—જ્યાં લિંગ સાથે લિંગી પણ હાય એવા દાખલાને જણાવતું વચન ઉદાહરણ કહેવાય છે. ૧૩ જે આપણે પવત ઉપર અગ્નિના અસ્તિત્વને
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy