________________
ન્યાયદર્શન
પ૨૩.
પર્વતગત ધૂમથી સિદ્ધ કરવા માગતા હોઈએ તો “રસોઈઘરની જેમ' એવું વચન ઉદાહરણ ગણાય. રસોઈઘરમાં ધૂમ સાથે અગ્નિ હોય છે.
પરંતુ કેવળ દષ્ટાન્તના બળે સાધ્ય સિદ્ધ ન થઈ શકે. વ્યાપ્તિ પણ હોવી જોઈએ. લિંગને લિંગી સાથે નિયત સંબંધ પણ હોવો જોઈએ. તેથી ઉદાહરણવચન સાથે વ્યાપ્તિવચન પણ તેવું જ જોઈએ. આમ ઉદાહરણમાં કેવળ ઉદાહરણનું વચન નથી હતું પરંતુ ઉદાહરણસહિત વ્યાપ્તિવચન હોય છે. ૪ તેથી “રસોઈઘરની જેમ એટલું જ કહેવું પૂરતું નથી પરંતુ જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે તે પણ કહેવું જોઈએ. પરિણામે અહીં ઉદાહરણ બનશે જ્યાં જ્યાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે; રઈઘરની જેમ.”
ઉપનય–જ્યાં ઉદહરણમાં પ્રસ્તુત કરવામાં આવેલી વ્યાપ્તિને પક્ષમાં લાગુ કરવામાં આવે છે તે વચનને ઉપનય કહેવામાં આવે છે. ૫ આપણા ચાલુ દષ્ટાન્તમાં વ્યાપ્તિ છે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે” અર્થાત ધૂમને અગ્નિ સાથે નિયત સંબંધ છે, અને પક્ષ છે પર્વત. તેથી ઉપનય થશે “અગ્નિ સાથે નિયત સંબંધ ધરાવનાર (=અનિવ્યાય) ધૂમ અહીં પર્વતમાં (પક્ષમાં) છે.” આમ ઉપનયમાં વ્યાપ્તિને કાર્યકારી બનાવવામાં આવે છે. પ્રસ્તુત વિશેષ પરિસ્થિતિમાં તેને લાગુ કરવામાં આવે છે, તેનું application કરવામાં આવે છે.
* નિગમન-હેતુ વગેરે વાક્યોથી પ્રતિજ્ઞા સિદ્ધ થઈ જાય છે. જ્યાં સુધી પ્રતિજ્ઞા સાધ્યકોટિમાં હતી (સિદ્ધ ન હતી, ત્યાં સુધી તે પ્રતિજ્ઞામાત્ર હતી. પરંતુ ઉપર્યુક્ત હેતુ દ્વારા પ્રમાણિત થઈ હવે તે સિદ્ધ કટિમાં આવી ગઈ છે. હવે તે પ્રતિ રહી નથી. પ્રારંભમાંની પ્રતિજ્ઞા હેતુ વગેરે વાક્યોથી સિદ્ધ થઈ ગઈ છે એ દર્શાવવા તે જ પ્રતિજ્ઞાને ફરીથી કહેવામાં આવે છે. અહીં તે. પ્રતિજ્ઞા નથી પરંતુ હેતુ વગેરે વાક્યોને નિષ્કર્ષ છે, નિગમન છે.
પંચાયવવાક્યનું ઉદાહરણપ્રતિજ્ઞા–ર્વતો વહિનાન ( પર્વત અગ્નિયુક્ત છે.) હતુ—પૂવવ ( કારણ કે ધૂમાડાવાળો છે.) ઉદાહરણ—ો કે ધૂમવાન સ સોડનિમાનું , કયા મહાના:
(જે જે ઘૂમવાનું છે તે તે અગ્નિમાન છે, ઉદાહરણાર્થ રસોઈધર.)