________________
ન્યાયદર્શન
પર૧
નથી તે તે ચૈતન્યવાન નથી આ વ્યતિરેકવ્યાપ્તિ છે. તેનું ઉદાહરણ (વિપક્ષ) મળે છે. પત્થર તેનું ઉદાહરણ છે. પત્થરમાં આત્માના અભાવ સાથે ચૈતન્યને પણ અભાવ છે. આવાં અનુમાનો જેમાં કેવળ વ્યતિરેક વ્યાપ્તિ શક્ય છે તેને કેવલવ્યતિરેકી અનુમાને કહેવામાં આવે છે.
(૩) સ્વાર્થનુમાન-પરાર્થનુમાન સ્વ જન-પરપ્રજનના આધાર પર અનુમાનના બે ભેદ કરવામાં આવ્યા છે – સ્વાર્થનુમાન અને પરાથનુમાન.૫૪ - સ્વાર્થનુમાન – સ્વાર્થનુમાન એટલે પિતાને માટે અનુમાન. જે અનુમાન કેવળ પિતાના બેધ યા નિશ્ચયનો હેતુ છે તે સ્વાનુમાન છે.પપ તેથી આ અનુમાનમાં પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવોને પ્રયોગ કરવામાં આવતો નથી. કેવળ હેતુ યા લિંગ દેખીને જ સ્વાર્થોનમાનમાં સાધ્યનો નિશ્ચય કરવામાં આવે છે. જે વ્યકિતને વ્યાપ્તિજ્ઞાન હોય છે તે વ્યક્તિ કેઈ સ્થળે લિંગ દેખે છે એટલે તે તરત જ સમજી જાય છે કે ત્યાં લિંગી પણ છે. સ્વાર્થનુમાનમાં પક્ષધર્માતાજ્ઞાન, વ્યાપ્તિસ્મરણ અને લિંગપરામર્શ આટલાથી જ અનુમિતિ જન્મે છે."
પરાથનુમાન-પરાર્થનમાને એટલે બીજાને માટે અનુમાન. પરાર્થાનમાન બીજાના સંશયને દૂર કરવા કરવામાં આવે છે, બીજાને સમજાવવા કરવામાં આવે છે. એટલે પાથનુમાન પંચાયવરૂપે શબ્દબદ્ધ હોય છે. બીજી રીતે કહીએ તે, જ્યારે સ્વાર્થોનુમાનને બીજા સમક્ષ પંચાવયવરૂપે વ્યવસ્થિત રીતે શબ્દબદ્ધ કરી રજૂ કરવામાં આવે છે ત્યારે સ્વાનુમાન પરાર્થનુમાનમાં પલટાઈ જાય છે. પહેલાં સ્વાર્થનુમાન દ્વારા જ્ઞાનોપાર્જન કરી પછી પરપ્રબંધનાથે તેને પંચાવવવામાં રજૂ કરવામાં આવતાં તે પરાર્થોનુમાન બની જાય છે. પણ
સ્વાર્થનુમાન અને પરાથનુમાન બંનેને ભેદ સ્પષ્ટ છે. સ્વાર્થનુમાન સ્વપ્રતિપત્તિ (inner conviction) માટે છે, જ્યારે પરાથનુમાન પર પ્રતિપત્તિ (persuation of others) માટે છે. સ્વાર્થનુમાન અનૌપચારિક છે, જ્યારે પશર્વાનુમાન ઔપચારિક છે. અર્થાત , સ્વાર્થનુમાનમાં formનું મહત્વ નથી
જ્યારે પરાથનુમાનમાં formનું મહત્ત્વ છે. સ્વાર્થનુમાનમાં વ્યક્તિ પોતે પિતાને માટે અનુમાન કરે છે, જ્યારે પરાથનુમાનમાં તે સ્વકૃત અનુમાનને શબ્દબદ્ધ કરી બીજામાં સંક્રાત કરવામાં આવે છે. આમ પરાથનુમાનનો આધાર સ્વાર્થનુમાન છે. સ્વાર્થનુમાનમાં વ્યક્તિ પિતાના અનુભવથી જ અનુમાન કરી લે છે જ્યારે પાર્વાનુમાનમાં બીજાએ કરેલા સ્વાર્થનુમાનને પિતાની આગળ