________________
અધ્યયન ૪
અનુમાન
અનુમાનને અર્થ “અને અર્થ છે પશ્ચાત (=પછી); “માનને અર્થ છે પ્રમાણજ્ઞાન. તેથી “અનુમાનજીને શબ્દાર્થ થશે પશ્ચાજ્ઞાન”, “ની પછી થતું જ્ઞાન એક વસ્તુને જાણ્યા પછી તે જ્ઞાન દ્વારા બીજી વસ્તુનું જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય. દૂર દૂર આપણે ધૂમાડા દેખીએ છીએ. ધૂમાડાને દર્શન ઉપરથી આપણે જાણું લઈએ છીએ કે ત્યાં અગ્નિ છે. અહીં ધૂમાડે આપણને પ્રત્યક્ષ છે પરંતુ અગ્નિ પ્રત્યક્ષ નથી. એટલે જ કહ્યું છે કે પ્રત્યક્ષ વસ્તુ દ્વારા અપ્રત્યક્ષ વસ્તુનું આપણને જે જ્ઞાન થાય છે તે જ અનુમાન છે. આમ અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે.
મોટે ભાગે અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે એ વાત ખરી પરંતુ કેટલીક વાર તે આગમપૂર્વક પણ હોય છે. જે લિંગ યા હેતુ પ્રત્યક્ષ ન હોય પરંતુ આગમ દ્વારા તેનું જ્ઞાન થયું હોય તે પણ આગમથી જ્ઞાત તે લિંગ દ્વારા સાધ્યનું અનુમાન કરી શકાય છે. તેથી જ વાત્સ્યાયને અનુમાનને પ્રત્યક્ષાશ્રિત અને આગમાશ્રિત માન્યું છે. અર્થાત, “અનુમાનને અર્થ છે એક વસ્તુના જ્ઞાન દ્વારા બીજી અજ્ઞાત વસ્તુને જાણવી. જો કઈ વસ્તુને યા હકીકતને પ્રત્યક્ષ કે આગમથી આપણે જાણ હોય છે તે તેના દ્વારા બીજ અજ્ઞાત વસ્તુને યા હકીક્તને આપણે જાણી શકીએ છીએ, તારવી શકીએ છીએ. આ જ અનુમાન છે.
અનુમાનના અંગેની સામાન્ય સમજૂતી આપણે ધૂમાડા દૂર પર્વત ઉપર દેખીએ છીએ. તે ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે પર્વત ઉપર અગ્નિ છે. અહીં ધૂમાડે એ અગ્નિનું જ્ઞાન કરાવનાર ચિહ્ન છે. તેથી તેને અગ્નિને જ્ઞાપક હેતુ, અગ્નિનું લિંગ યા અગ્નિનું સાપક સાધન કહેવાય. ધૂમાડા ઉપરથી અગ્નિનું અસ્તિત્વ પુરવાર કરવામાં આવે છે. તેથી અગ્નિને સી, હેતુમત યા લિંગી કહેવાય. જે બે વસ્તુઓ વચ્ચે વ્યાય-વ્યાપકભાવસંબંધ હોય તે જ વ્યાપ્ય વસ્તુ વ્યાપક વસ્તુનું જ્ઞાન કરાવે