________________
ન્યાયદર્શન
૫૦૩
છે. લિંગ હંમેશા વ્યાપ્ય હોય છે અને લિંગી હમેશા વ્યાપક હોય છે. આમ લિંગ અને લિંગી વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ સંબંધ હોય છે. આ સંબંધને જ વ્યાપ્તિ કહેવામાં આવે છે. જે સ્થાનમાં સાધ્યને પુરવાર કરવામાં આવે છે તેને પક્ષ કહેવામાં આવે છે. પ્રસ્તુત ઉદાહરણમાં પર્વત પક્ષ છે, કારણ કે ત્યાં અગ્નિને પુરવાર કરવામાં આવે છે. સાધ્યને જ્યાં પુરવાર કરવું હોય ત્યાં જ તેના હેતુનું જ્ઞાન તે પક્ષધર્મતાજ્ઞાન કહેવાય છે. પર્વતના ધર્મ તરીકે ધૂમાડાનું જ્ઞાન પ્રસ્તુત ઉદાહરણમાં પક્ષધર્મતાજ્ઞાન કહેવાય. અનુમાન માટે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન અત્યંત આવશ્યક છે. તે સિવાય અનુમાન કરી શકાય નહિ. એટલે જ અનુમિતિરૂપ જ્ઞાનનું સાધતમ કારણ વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતાના જ્ઞાનને ગણવામાં આવ્યું છે. વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતાના જ્ઞાનને જ પરામર્શ કહેવામાં આવે છે.'
પક્ષતા પક્ષતાની પરિભાષા દ્વારા તૈયાયિકે એ અનુમાનને મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરી છે. આપણે ક્યારે અનુમાન કરીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર અહીં આપવામાં આવ્યો છે. જ્યારે કઈ વસ્તુને વિશે આપણને સંશય હાય છે અને આપણે તે વસ્તુને પુરવાર કરવા ઈચ્છતા હોઈએ છીએ ત્યારે આપણે અનુમાનમાં પ્રવૃત્ત થઈએ છીએ. આમ સાધ્ય વિશેને સંશય (=અનિશ્ચય= અસિદ્ધિ) અને સિપાધષિા આ બે આપણને અનુમાનમાં પ્રવૃત્ત કરે છે.
કેટલીક વાર સિવાધષિા વિના પણ આપણે અસિદ્ધ સાધ્યને પુરવાર કરવા અનુમાનમાં પ્રવૃત્ત થઈએ છીએ. ઘરમાં બેઠેલી વ્યક્તિ વીજળીનો કડાકે સાંભળી વીજળીનું અનુમાન કરે છે ત્યારે સાધ્યની અસિદ્ધિ તેમાં કારણભૂત છે–સિષાધયિષા કારણભૂત નથી. અહીં વીજળીના કડાકાને શ્રાવણ પ્રત્યક્ષ પછી વીજળીનું અનુમાન પ્રમાતા વીજળીને પુરવાર કરવાની ઈચ્છા કર્યા પછી કરતે નથી. આ
કેટલીક વાર સાધ્ય સિદ્ધ (જ્ઞાત) હેવા છતાં તેને અનુમાનથી પુરવાર કરવાની ઈચ્છા પ્રમાતાને અનુમાન વ્યાપારમાં પ્રવૃત્ત કરે છે.'
પરંતુ સાધ્યસિદ્ધિને અભાવ હોય અને સાથે સાથે સિવાધષિાનોય અભાવ હોય તે આપણે અનુમાનમાં પ્રવૃત્ત થતા નથી. અર્થાત , સાધ્ય સિદ્ધ (જ્ઞાત) હોય અને સાથે સાથે સાધ્યને અનુમાનથી પુસ્વાર કરવાની ઈચ્છા ન હોય =સિપાધવિધાવિરહ) તો આપણે અનુમાનમાં પ્રવૃત્ત થતા નથી. તેથી