________________
ન્યાયદર્શને
૪૮૧
માની લઈએ તે પણ તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ તે સંભવે જ નહિ. એક જ્ઞાનના વિષયભૂત બે આંગળીઓ વચ્ચે વિશેષણવિશેષ્યભાવ કદી હતો નથી. ઉપરાંત, જેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ હોય છે તેમાંની વિશેષણરૂપ વસ્તુ ઉપકારક હોય છે અને વિશેષ્યરૂપ વસ્તુ ઉપકાર્ય હોય છે. પ્રસ્તુતમાં જેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ મનાય છે તેમની વચ્ચે ઉપકાર્યોપકારકભાવ તે છે નહિ. ઉપકાર્યોપકારકભાવ જ્ઞાપ્ય અને જ્ઞાપક વચ્ચે, કાર્ય અને કારણ વચ્ચે કે આધાર અને આધેય વચ્ચે હોઈ શકે છે. સ્વલક્ષણ અને સામાન્ય બંને એક જ્ઞાનના વિષય હોઈ તેમની વચ્ચે જ્ઞાપ્યજ્ઞાપકભાવ અશક્ય છે. તેમની વચ્ચે પૌવપર્યનિયમ ન હોવાથી તેમની વચ્ચે કાર્યકારણભાવ પણ શક્ય નથી. તેમની વચ્ચે આધારાધેયભાવ પણ શક્ય નથી કારણ કે આધાર પણ હમેશા આધેયને ઉપકાર કરે છે; સામાન્ય આધેય છે અને વ્યક્તિ (ઋપિંડ સ્વલક્ષણ) આધાર છે; પરંતુ સામાન્ય નિત્ય હાઈ સ્વલક્ષણ તેને ઉપકાર કરી શકે નહિ; તેથી તેમની વચ્ચે આધારયભાવ પણ અશક્ય છે. આમ તેમની વચ્ચે કઈ પણ રીતે ઉપકાર્યોપકારકભાવ ઘટત ન હોઈ તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ જ અશક્ય બની જાય છે. એટલે, સવિકલ્પક પ્રત્યક્ષ તેમના વિશેષણવિશેષ્યભાવને ગ્રહણ કરે છે એ વાત ખોટી છે.
વધુમાં બૌદ્ધ દાર્શનિકે જણાવે છે કે ઈન્દ્રિયાર્થસનિકજન્ય આલેચનાન (નિર્વિકલ્પક પ્રત્યક્ષ) પછી શબ્દસ્મરણ ઉત્પન્ન થાય છે અને ત્યાર બાદ સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન ધાય છે, એટલે જ્યારે સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે ત્યારે ઇન્દ્રિયનો વ્યાપાર સ્મરણથી બાધા પામે છે અને અર્થ પણ સ્વજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ રહેતું નથી, તેથી આવાં ઈન્દ્રિય અને અર્થથી ઉત્પન્ન થયેલું સવિકલ્પક પ્રત્યક્ષ પ્રત્યક્ષ ગણવાને લાયક નથી.૫૭
જે ઇન્દ્રિય આલેચન જ્ઞાનને (નિર્વિકલ્પક પ્રત્યક્ષને) ઉત્પન્ન કરે છે તે જ ઈનિધ્ય સ્મરણની સહાયથી સવિકલ્પ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. આમ
મરણ ઇન્દ્રિયનું સહાયક હાઈ ઈન્દ્રિયવ્યાપારનું બાધક બનતું નથી.”—તૈયાયિકની આ દલીલનું ખંડન કરતાં બૌદ્ધો કહે છે કે જે ઈન્દ્રિય સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા સમર્થ હોત તે તેણે પહેલાં જ તેને ઉત્પન્ન કર્યું હોત અર્થાત નિર્વિકલ્પક પ્રત્યક્ષને બદલે સીધું જ સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કર્યું હેત. આ દર્શાવે છે કે ઇન્દ્રિય સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા સમર્થ નથી. ઈન્દ્રિય પોતે સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરવા સમર્થ ન હોઈ કેદની સહાયથી ૫. ૩૧