________________
૪૭૭
ન્યાયદર્શન સામાન્યમાં કંઈ સમવાયસંબંધથી રહેતું નથી અને નહિ કે સામાન્યનું જ્ઞાન વ્યવસાયાત્મક નથી.
ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક ગ્રંથમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષ અને સવિકલ્પક પ્રત્યક્ષની સમજૂતી નીચે પ્રમાણે આપી છે. “આ ઘટ છે એવા આકારનું જ્ઞાન સવિકલ્પક પ્રત્યક્ષ મનાય છે. સવિકલ્પક પ્રત્યક્ષમાં કઈ વસ્તુના વિશે કંઈક કહેવામાં આવે છે અર્થાત ઉદ્દેશ્યની સાથે વિધેયને જોડવામાં આવે છે. આ ઘટ છે. એનો અર્થ એ કે આ વસ્તુ ઘટવ જાતિથી યુક્ત છે. અહીં આ વસ્તુ’ ઉદ્દેશ્ય છે અને ઘટવ જાતિ” વિધેય છે. આમ આ જ્ઞાન વિશેષ્યવિશેષણભાવયુક્ત છે, જેમાં “આ વસ્તુ” વિશેષ્ય છે અને ઘટત્વ' વિશેષણ છે. વિશેષ્યવિશેષણભાવયુક્ત જ્ઞાનને જ ન્યાયની ભલામાં “સપ્રકારક' અર્થાત વિશેષણસહિત (પ્રકાર=વિશેષણ) જ્ઞાન કહેવાય. તેથી સવિકલ્પ પ્રત્યક્ષને પ્રત્યક્ષાત્યક-જ્ઞાન-વાક્ય” (perceptive judgment) કહી શકાય.૪૫
ઉત્તરકાલીન ન્યાશેષિક ગ્રંથમાં સવિકલ્પક પ્રત્યક્ષ ઉપરથી નિર્વિકલ્પક પ્રત્યક્ષને સિદ્ધ કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે સવિકલ્પ પ્રત્યક્ષ પહેલાં નિર્વિકલ્પક પ્રત્યક્ષનું હોવું આવશ્યક છે. સવિકલ્પક પ્રત્યક્ષ “વિશેષ્યવિશેષણપ્રત્યક્ષપૂર્વક થાય છે. તેથી સવિકલ્પક પ્રત્યક્ષ પહેલાં આપણને વિશેષ્ય અને વિશેષણનું પ્રત્યક્ષજ્ઞાન થાય એ જરૂરી છે. ઉદાહરણાર્થ, “આ દંડયુક્ત પુરુષ છે એ જ્ઞાન પહેલાં દંડ અને પુરુષનું જ્ઞાન અનિવાર્ય છે. તેવી જ રીતે, આ ઘટ છે એ જ્ઞાન પહેલાં ધટદ્રવ્ય” અને “ઘટવ બંનેનું અલગ અલગ (=વિશકલિત) જ્ઞાન આવશ્યક છે. અર્થાત “આ ઘટ છે એવા સવિકલ્પક પ્રત્યક્ષ પહેલાં ઘટદ્રવ્ય અને ઘટત્વ સામાન્યનું અલગ અલગ જ્ઞાન થાય છે, તે નિર્વિ કલ્પક પ્રત્યક્ષ છે, તેમાં ઘટત્વથી વિશિષ્ટ ઘટદ્રવ્ય ગૃહીત થતું નથી અર્થાત ઘટવ્યું અને ઘટવ વચ્ચેનો વિશેષ્યવિશેષણભાવ ગૃહીત થતું નથી.૪! આ નિર્વિકલ્પક પ્રત્યક્ષ અતીન્દ્રિય છે અર્થાત નિર્વિકલ્પક પ્રત્યક્ષ અનુવ્યવસાયને વિષ્ય બનતું નથી. નિર્વિકલ્પ પ્રત્યક્ષનું માનસ પ્રત્યક્ષ (=અનુવ્યવસાય) થતું નથી.૪૭ કેવળ સવિકલ્પક પ્રત્યક્ષ અનુવ્યવસાયને વિષય બને છે. આમ ન્યાયવૈશેષિક દર્શન અનુસાર–
(૧) પ્રથમ આપણને નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે, જેમાં ઘટ અને ઘટત્વનું અલગ અલગ વિશેષ્યવિશેષણભાવરહિત જ્ઞાન થાય છે.