________________
પદર્શન જાણવામાં આવે છે. આમ છેવટે શિંગડાવાળે ધળે બળદ જાય છે. આના જેવા આકારવાળું જ્ઞાન થાય છે.૪૨
વાચસ્પતિએ આ જ વસ્તુને બીજા શબ્દોમાં રજૂ કરી છે. વાચસ્પતિ કહે છે કે નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં નામ, જાતિ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ અને સમવાય બધાં સ્વરૂપતઃ જ્ઞાત થાય છે પરંતુ તેમની વચ્ચેને વિશેષણવિશેષ્યભાવ ગૃહીત થતો નથી. સવિકલ્પ પ્રત્યક્ષમાં તેમની વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ ગ્રહીત થાય છે.૪૩ આમ નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં વિશે અને વિશેષણો એક પિંડરૂપે ગૃહીતા થાય છે જ્યારે સવિકલ્પ પ્રત્યક્ષમાં વિશેષણો અને વિશેષ્યોને પૃથફ કરી વિશેષણ વિશેષ્યભાવે બંનેને જોડીને જાણવામાં આવે છે. જ્ઞાનની આ પ્રક્રિયા તેમના ભાદ્યાર્થવાદ સાથે બરાબર મેળ ખાય છે. ધમી અને ધર્મો જે એક પિંડરૂપ છે તેમને એકબીજાથી તદ્દન ભિન્ન માનવા અને વળી પાછા તે બનેને નિત્ય સમવાયસંબંધથી જોડવા—આ તેમના બાહ્યાર્થવાદની વિશેષતા છે. આનું જ પ્રતિબિંબ તેમના વિકસિત પ્રત્યક્ષસિદ્ધાંતમાં પડવું છે. પહેલાં બધા પદાર્થો એક પિંડરૂપે ગૃહીત થાય છે, પછી બુદ્ધિ તે બધાને પૃથફ કરી એકબીજા સાથે વિશેષણવિશેષ્યભાવથી જેડી ગ્રહણ કરે છે. - અહીં એક વાત ધ્યાનમાં રાખીએ કે ઉત્તરકાલીન ન્યાયશેષિક ગ્રંથો “અવિભક્ત આલેચનનું મહત્વ બરાબર ગ્રહણ કરી શક્યા નથી. વાચસ્પતિ તેનું મહત્વ સમજે છે, એટલે જ ભલે તે નામથી તેને ન ઓળખતા હોય. પણ તે ભૂમિકા તે તે નામ લીધા વિના સ્વીકારે છે. જ્યાં બધા જ પદાર્થોનું પિંડરૂપે ગ્રહણ થાય તે જ્ઞાનની ભૂમિકા વાચસ્પતિને અભિમત છે.૪૪ પરંતુ મોટે ભાગે ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક ગ્રંથ “અવિભક્ત આલોચનને લક્ષમાં લેતા નથી અને “સ્વરૂપાલોચનીને જ પ્રથમ ભૂમિકા તરીકે સ્વીકારી તેને જે નિર્વિકલ્પ પ્રત્યક્ષ તરીકે વર્ણવે છે. “અવિભકત આલેચનને સ્વીકાર કર્યા વિના અનેક પદાર્થોનું બાહ્ય અસ્તિતવ ભયમાં મૂકાઈ જાય એ મહત્ત્વની વાત ઉત્તરકાલીન ગ્રંથકારોના ખ્યાલ બહાર રહેવા પામી છે. ખરેખર “અવિભક્ત આલોચનને જ નિર્વિકલ્પ પ્રત્યક્ષ ગણવું જોઈએ અને નહિ કે સ્વરૂપાચનને, કારણ કે સ્વરૂપાલચનમાં પૃથક્કરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. સ્વરૂપાલચનમાં સામાન્ય કશાથી વિશિષ્ટ પ્રહણ થતા નથી કારણ કે સામાન્યમાં કશું. સમવાયસંબંધથી રહેતું નથી. સામાન્યનું જ્ઞાન વ્યવસાયાત્મક જ છે. જે તેમ ન ગણીએ તે સામાન્યનું વ્યવસાયાત્મક જ્ઞાન અશક્ય જ બની જાય. સામાન્યનું જ્ઞાન નિષ્પકારક (વિશેષણના પ્રતિભાસથી રહિત) છે તેનું કારણ એ છે કે