________________
ન્યાયદર્શન
૪૭પ સવિકલ્પ પ્રત્યક્ષ વ્યાવૃત્તિ દ્વારા ખંડ-ખંડરૂપે તે વસ્તુને જાણે છે. નિર્વિકલ્પ પ્રત્યક્ષ વિધ્યાત્મક રીતે વસ્તુને જાણે છે, જ્યારે સવિકલ્પ પ્રત્યક્ષ નિષેધાત્મક રીતે વસ્તુને જાણે છે, તેથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને તેના ખરા રૂપમાં ( વિશેષરૂપમાં) જાણે છે, જ્યારે સવિકલ્પ પ્રત્યક્ષ વસ્તુને જે તેનું ખરું રૂપ નથી તે રૂપમાં (સામાન્યરૂપમાં) જાણે છે. તેથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણ છે, જ્યારે સવિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણ નથી. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બૌદ્ધોને મતે સામાન્ય વ્યાવૃત્તિરૂપ છે, તેનું બાહ્ય અસ્તિત્વ નથી, તે કેવળ બુદ્ધિની નીપજ છે.*
પદાર્થવાદી ન્યાય-વૈશેષિકેની આખી દાર્શનિક ઈમારત જ આ સિદ્ધાન્તથી હચમચી ઉઠી. ન્યાય-વૈશેષિકેના બધા જ પદાર્થોનું અસ્તિત્વ ભયમાં આવી પડયું. પ્રશસ્તપાદ તેમની વહારે ધાયા. તેમણે પ્રત્યક્ષજ્ઞાનોત્પત્તિની પ્રક્રિયામાં પ્રથમ ભૂમિકા તરીકે “અવિભક્ત આલોચનની કલ્પના ન્યાયશેષિક પરંપરામાં દાખલ કરી. તેમણે કહ્યું કે બૌદ્ધો જેને શુદ્ધ વસ્તુનું નિવિકલ્પ પ્રત્યક્ષ કહે છે તેમાં પણ જાતિ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્યવિશેષ અને સમવાય બધા જ પદાર્થો અવિભક્ત એક પિંડરૂપે ગૃહીત થાય છે. પ્રશસ્તપાદ આ જ્ઞાનને “અવિભક્ત આલેચન કહે છે. આ “અવિભકત આલેચન” દ્વારા પ્રશસ્તપાદે અનેક વસ્તુઓ સાધી(૧) અવિભક્ત આલોચનમાં વસ્તુની (=વ્યક્તિની) અખિલાઈ ગૃહીત થઈ જાય. છે. (૨) અવિભકત આલોચને માંય જાતિ, વગેરેનું ગ્રહણ થાય છે જ; એટલે, જાતિ, વગેરે બુદ્ધિકલ્પિત નથી પરંતુ બહાર વ્યક્તિમાં અસ્તિત્વ ધરાવે છે. (૩) સવિકલ્પક પ્રત્યક્ષ પોતાના તરફથી કશાને ઉમેરો વ્યક્તિમાં કરી તેને વિકતા કરતું નથી, પરંતુ “અવિભક્ત આલોચને પિંડરૂપે જે જાતિ વગેરેને ગ્રહણ કરેલાં છે તેમનું પૃથક્કરણમાત્ર કરે છે, અને તેમને પૃથફ કરી વળી પાછા જોડે છે. તેથી સવિક૯૫ પ્રત્યક્ષ અમારૂપ છે. (૪) અવિભક્ત આલેચન અખિલ વ્યક્તિને જાણી લે છે કારણ કે તે બધા પદાર્થોને એક પિંડરૂપે જાણી લે છે. સવિકલ્પ પ્રત્યક્ષ ક્રમથી તે પદાર્થોને પૃથફ કરી તેમના વિશેષ્યો સાથે જોડીને જાણે છે. સવિકલ્પ પ્રત્યક્ષમાં સૌ પ્રથમ પર અને અપર સામાન્યોને પિંડમાંથી પૃથફ કરી જાણવામાં આવે છે. આને પ્રશસ્તપાદ “સ્વરૂપાલચને કહે છે. પછી તે સામાન્ય જેમાં સમવાય સંબંધથી રહેતા હોય તે દ્રવ્ય, ગુણ અને કર્મને પિંડમાંથી પૃથફ કરી તે તે સામાન્યને વિશેષણરૂપે તેમની સાથે જોડી તેમને તે તે સામાન્યથી વિશિષ્ટ જાણવામાં આવે છે. અને છેવટે તે દ્રવ્ય, ગુણ અને. કમને તે વ્યક્તિ સાથે વિશેષણરૂપે જેડી તે વિશેષણોથી વિશિષ્ટ વ્યક્તિને