SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ષટ્ટ ન પ્રશસ્તપાદે પેાતાના પદાથ ધમ સંગ્રહમાં પ્રત્યક્ષની વ્યાખ્યામાં ‘અભ્યપદેશ્ય’ પદ મૂકયુ છે. તેની ટીકામાં શ્રીધર અને ઉયનાચાય વ્યપદેશ્યને આવે જ અથ કરે છે. વળી, ઉદ્યોતકરને પણ આ જ અથ અભિપ્રેત લાગે છે. શ્રીધરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવાં ઉભયજ નાના શબ્દપ્રમાણ જ છે કારણ કે તે જ્ઞાનાની ઉત્પત્તિમાં આપ્રવચન સાધકતમ કારણ છે જ્યારે ઇન્દ્રિયા સન્નિષ તા સહકારિકારણ છે.૩૨ ૪૭૨ (૪) વાચસ્પતિને મતે આ સૂત્ર પ્રત્યક્ષના બે ભેદોનુ નિવિકલ્પ અને સવિકલ્પનું—પ્રતિપાદન કરે છે. તેથી તેમને મતે સૂત્રને અથ આવા થાય છે—ઇન્દ્રિયા સન્તિકોપિન્ન અવ્યપદેશ્ય જ્ઞાન (નિવિકલ્પ) પ્રત્યક્ષ છે; અને ઇન્દ્રિયા સન્નિકષેૉંપન્ન, અવ્યભિચારી તેમ જ વ્યવસાયાત્મક જ્ઞાન (સવિકલ્પક) પ્રત્યક્ષ છે.' વ્યપદેશના અથ થાય છે વિશેષણ કે નામ, જાતિ, વગેરે. આ વિશેષણાના જે વિષય હોય તે વ્યપદેશ્ય યા વિશેષ્ય કહેવાય. આમ બ્યપદેશ્ય’ શબ્દથી વિશેષણવિશેષ્યભાવ સૂચિત થાય છે. જે જાતિ આર્દિને અને તેમની વચ્ચેના વિશેષણ-વિશેષ્યભાવને જાણે તે વ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. એથી ઊલટું જે નામ, જાતિ વગેરેને સ્વરૂપથી જાણે પણ તેમની વચ્ચેના વિશેષણ-વિશેષ્યભાવને ન જાણે તે અભ્યપદેશ્ય જ્ઞાન કહેવાય. આવું અન્યપદેશ્ય જ્ઞાન, જે ઇન્દ્રિયાથ’સન્નિકòત્પન્ન છે તે, પ્રત્યક્ષ જ છે.૩૩ આ અવ્યપદેશ્ય જ્ઞાન અવ્યભિચારી જ હાય છે, કારણ કે એમાં વ્યભિચાર સ ંભવતા જ નથી.૩૪ તેથી તેના લક્ષણમાં ‘અવ્યભિચારી’પદ જરૂરી નથી. આ અભ્યપદેશ્ય જ્ઞાન વ્યવસાયાત્મક નથી. આમ વાચસ્પતિને મતે જે ઇન્દ્રિયાસન્વિકર્માંત્પન્ન છે; જે નામ, જાતિ વગેરેને સ્વરૂપથી જ જાણે છે પણ તેમની વચ્ચેના વિશેષણ-વિશેષ્યભાવને જાણતુ નથી તે જ્ઞાન અભ્યપદેશ્ય અર્થાત્ નિવિકલ્પ પ્રત્યક્ષ છે. - (૩) અમિષારિ—કેટલાંક નાના ઇન્દ્રિયા સન્નિષજન્ય, અભ્યપદેશ્ય અને વ્યવસાયાત્મક (=નિશ્ચયાત્મક) હોવા છતાં યથાર્થ (અવ્યભિચારી) હતાં નથી. આવાં અયથા ભ્રમરૂપ જ્ઞાનાને પ્રત્યક્ષ ગણી શકાય નહિ. આવાં જ્ઞાતાને પ્રત્યક્ષભ્રાન્તિઓ ગણવામાં આવે છે. તેમની વ્યાવૃત્તિ કરવા માટે પ્રત્યક્ષલક્ષણમાં અવ્યભિચારિ’ પદ મૂકયુ છે. પ્રત્યક્ષભ્રાન્તિનુ દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે. રણપ્રદેશમાં દૂર દૂર રેતીમાં પરાવર્તિત સૂર્યકિરણા સાથે ચક્ષુના સન્તિક થવાથી આપણને ‘ત્યાં પાણી છે' એવુ વ્યવસાયાત્મક જ્ઞાન થાય છે. એક વસ્તુમાં અન્ય વસ્તુનું જ્ઞાન થવું એ ભ્રાન્તિ છે. અહી` પરાવર્તિત સૂર્ય`કામાં જળનુ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy