________________
४४८
વદન
મહત્વના સીમાસ્તંભ ગણી શકાય એવા ગ્રંથની જ વાત કરી છે. આમ તે ન્યાયદર્શનનું સાહિત્ય ઘણું વિશાળ છે.
સંઘર્ષ દ્વારા ન્યાયદર્શનને વિકાસ બૌદ્ધો અને તૈયાયિકના સંઘર્ષને ઈતિહાસ રોચક છે. ગૌતમે પિતાના ન્યાયસૂત્રમાં બૌદ્ધ નાગાર્જુનના (અનુઈ. સ. ૨૦૦) શુન્યવાદનું ખંડન કર્યું. છે એવો કેટલાક વિદ્વાનોને મત છે. દિદ્ભાગે (અનુ. ઈ. સ. ૫૦૦) પિતાના પ્રમાણસમુચ્ચય' ગ્રંથમાં વાત્સ્યાયન ઉપર આક્રમણ કર્યું છે. ઉદ્યોતકર પિતાના વાતિકના પ્રારંભિક લેકમાં સ્પષ્ટપણે કહે છે કે કુતાકિકોએ ફેલાવેલા અજ્ઞાનને દૂર કરવા હું આ ગ્રંથની રચના કરું છું.૧૩ વાચસ્પતિ તેમના આ વાક્યને સમજાવતાં કહે છે કે “કુતાકિકથી અહીં ક્લિાગ વગેરે બૌદ્ધો ઉદ્યોતકરને અભિપ્રેત છે.૧૪ ઉદ્યોતકરે પિતાના વાતિકમાં પ્રધાનપણે દિનાગને લક્ષ્ય બનાવ્યું છે. ઈસ્વીસનની સાતમી શતાબ્દીમાં બૌદ્ધ ધર્મનીતિ અને મીમાંસક કુમારિલ-પ્રભાકરની જોડી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આ ત્રિપુટીએ ન્યાયદર્શનની અત્યંત કઠોર સમાલોચના કરી છે. તેને પરિણામે યંતે પિતાની ન્યાયમંજરીમાં ધર્મકીતિ, કુમારિલ અને પ્રભાકર ત્રણેયને સણસણતે જવાબ આપ્યો છે. વાચસ્પતિએ ન્યાયવાર્તિકતાત્પર્યટીકાની રચનાનું પ્રયોજન દર્શાવતાં કહ્યું છે કે ઉદ્યોતકરની વાણી ઉપર કુતાકિકેએ કરેલા આક્રમણમાંથી તેને ઉદ્ધાર કરવા આ ટીકાની રચના હું કરું છું. તેમણે દિલ્તાન અને ધર્મકીર્તિના મતનું ખંડન કર્યું છે. ઉદયનાચાર્યની સમક્ષ પણ બે વિધી યુગલે છે – એક છે દિનાગ-ધર્મકીર્તિનું બૌદ્ધ યુગલ અને બીજું છે. કુમારિલ-પ્રભાકરનું મીમાંસક યુગલ. ઉદયન સામે ધર્મકીતિ પછીના બૌદ્ધ તાકિકે પણ છે જ. આમ ઈ. સ. ૧૦૦૦ સુધી ન્યાયદર્શનનો વિકાસ પ્રધાનપણે બૌદ્ધ તાકિ કે સાથેના સંઘર્ષથી થયે છે.
ન્યાયસૂત્રને વિષય ન્યાયસૂત્રમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાન્ન, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેવાભાસ, છલ, જાતિ, અને નિગ્રહસ્થાન આ સોળ પદાર્થોનું નિરૂપણ ઉશ-લક્ષણ-પરીક્ષાના ક્રમે કરવામાં આવ્યું છે.
ન્યાયસત્ર પાંચ અધ્યાયમાં વિભક્ત છે; પ્રત્યેક અધ્યાયમાં બે આહ્નિક છે. ન્યાયસૂત્રોમાં કુલ સૂત્રે લગભગ ૫૦૦ છે.