________________
૪૩૮
પદર્શન
દેશ, કાળ કે પ્રતિયોગી સાથે કોઈ સંબંધ ઘટ ન હોઈ ઘટાભાવ બાહ્ય વસ્તુ નથી.૩૭
ઉપરના આક્ષેપને જવાબ આપતાં જયંત કહે છે કે અભાવને દેશ સાથે વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ છે. વિશેષણવિશેષ્યભાવ સંગ કે સમવાય ઉપર આધાર રાખે છે એ નિયમ તે ભાવ વસ્તુને લાગુ પડે છે, અભાવવસ્તુને લાગુ પડતું નથી. અરે! ભાવ વસ્તુઓની બાબતમાં પણ એવો નિયમ , " નથી કે એ ભાવ વસ્તુઓને વિશેષણવિશેષ્યભાવ સંગ કે સમવાય પર આધારિત હોવો જ જોઈએ. એવો નિયમ નથી કે જે સમ્બદ્ધ હેય તે વિશેષણ જ હેય. ઉદાહરણાર્થ, પગ નીચે દબાયેલ કે માથે મૂકેલ દંડ પુરુષનું વિશેષણ નથી કારણ કે તે દંડી એવી પ્રતીતિ ઉત્પન્ન કરતું નથી. એવી જ રીતે, જે વિશેષણ હોય તે સમ્બદ્ધ જ હોય એવો પણ નિયમ નથી. સમવાય સમવાયીનું વિશેષણ હોવા છતાં તે સમવાયી સાથે કોઈ પણ સંબંધથી સમ્બદ્ધ નથી કારણ કે સમવાયને સમવાયીમાં રહેવા કોઈ પણ અન્ય સંબંધની અપેક્ષા નથી. આમ વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ અન્ય સંબંધનિરપેક્ષ, સ્વતંત્ર છે.૩૮ જેમ અભાવને દેશ સાથે વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ છે તેમ તેનો કાળ સાથે પણ વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધ છે. ૯ પ્રતિવેગી સાથે અભાવનો સંબંધ વિરોધસંબંધ છે. અહીં વિરોધનો અર્થ છે બેનું–પ્રતિયોગીનું અને અભાવનું એક કાળે અને એક દેશમાં એક સાથે ન રહેવું.૪૦
પાદટીપ
१ अभावस्य पृथगनुपदेशः भावपारतन्त्र्याद् न त्वभावात् । कन्दली पृ० १८ । २ किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः । न्यायमा० १.१.१
(ઉથાનિકal) 1 ૩ વમવારે રામા ૨ વિરોષવિરોષ્યમાવતિ.. ચા વાળ ૨.૨.૪T ૪ જુઓ વ્યાસક્કા તાતાવહી (૪માં અને મનુષા સાથે વા૦૨
–૨૨ (અમાનિgor) ५ पत्तेः पूर्व कार्यस्य । तर्कसं० पृ० ६२ । । अनादिः सान्तः प्रागभावः । तकसं० पृ० ६२ । ७ उत्पत्त्यनन्तरं कार्यस्य । तकसं० पृ० ६२ । ८ सादिरनन्तः प्रध्वंसः । तर्कसं० पृ० ६२ ।। ८ त्रैकालिकसंसर्गावच्छिन्नप्रतियोगिताकोऽत्यन्ताभावः । तर्कसं० पृ० ६२ । ।