________________
વૈશેષિકદર્શન
૪૩૭
ભૂતલ અને ઘટાભાવને છેડી કયો અર્થ વિરોધીને અભિપ્રેત છે જે ભૂતલમાં ઘટ નથી એવી બુદ્ધિને વિષય બને છે? વિષયભેદ વિના પ્રતીતિભેદ થતો નથી. જે વિરોધી કહે કે આશ્રયરૂપ ભાવમાં (=ભૂતલમાં) જે સ્વાભાવિક એકત્વ છે તે જ એનું એકાકીત્વ છે, તે અમે ન્યાય-વૈશેષિકે તેને પૂછીએ છીએ કે આશ્રયનું તે સ્વાભાવિક એકત્વ એ પ્રતિયોગીનું તેનામાં ન રહેવું તે છે કે આશ્રયમાં રહેતી એકત્વ સંખ્યા છે જે તે એકવસંખ્યારૂપ હોય તે તે એકવ આશ્રય જ્યાં સુધી અસ્તિત્વ ધરાવશે ત્યાં સુધી રહેશે જ–ઘટ આશ્રયમાં હશે ત્યારે પણ, અર્થાત્ ભૂતલમાં ઘટના હોવા વખતે પણ ભૂતલમાં ઘટાભાવની આપત્તિ આવશે. જે તે એક પ્રતિયોગીનું તેનામાં ન રહેવું તે છે એમ વિરોધી કહેશે તો તેણે અધિકરણ(આશ્રય)થી ભિન્ન અભાવરૂપ સ્વતંત્ર વસ્તુને સ્વીકાર કરી લીધો ગણાશે.૩૬
બૌદ્ધ ન્યાયશેષિકની પ્રસ્તુત માન્યતાનું નીચે પ્રમાણે ખંડન કરે છે. અત્યારે અહીં આ નથી એવા આકારને અભાવને અનુભવ થાય છે. આમ અભાવે સ્વતંત્રપણે અનુભવાત નથી પણ દેશ, કાળ અને પ્રતિયોગીથી વિશિષ્ટ એવો જ અનુભવાય છે. ભલે તે તેમનાથી વિશિષ્ટ એવો અનુભવાય પરંતુ તેનો તેમની સાથે કોઈ સંબંધ હોય તે તેને વતુસત ગણી શકાય. કિન્તુ અભાવને દેશ, કાળ કે પ્રતિયોગી સાથે સંયોગ કે સમવાયસંબંધ ઘટતે નથી. જે કહે કે અભાવનો દેશ, કાળ અને પ્રતિયોગીની સાથે વિશેષણવિશેષ્યભાવ એ જ સંબંધ છે, બીજો સંબંધ કલ્પવાની કઈ જરૂર નથી તો તે બરાબર નથી, કારણ કે વિશેષણવિશેષ્યભાવ અન્ય સંબંધ ઉપર આધાર રાખે છે–અર્થાત , જેમની વચ્ચે સંગ કે સમવાય સંબંધ હોય છે તેમની વચ્ચે જ વિશેષણવિશેષભાવ હોય છે. સંયુક્ત કે સમેત સંબંધી વિશેષણ
હોય છે અને બીજે સંબંધી વિશેષ્ય હોય છે. ઉદાહરણાર્થ, દંડી દેવદત્તમાં . દંડ વિશેષણ છે અને દેવદત્ત વિશેષ્ય છે તેમ જ તેમની વચ્ચે સંયોગસંબંધ
છે; “નીલ કમળમાં નીલ વિશેષણ છે અને કમળ વિશેષ્ય છે તેમ જ તે બંને વચ્ચે સમવાય સંબંધ છે. આમ વિશેષણવિશેષ્યભાવ એ કઈ વાસ્તવિક સ્વતંત્ર સંબંધ નથી. વળી, ન્યાય-વૈશેષિકે પ્રતિયોગી સાથે અભાવનો વિરોધ સંબંધ માને છે. પરંતુ તેમની તે માન્યતા પણ અયોગ્ય છે. વિરોધને શે અર્થ છે? જે ઘટાભાવ આવીને ઘટને મુગરની જેમ ફેડી નાખતું હોય તે તેને મુગરની જેમ ઘટને વિરોધી ગણાય. પરંતુ ઘટાભાવ ઘટને ફેડ નથી, કારણ કે ઘટ અને ઘટાભાવ એક કાળે અસ્તિત્વ ધરાવતા નથી. આમ ઘટાભાવને