________________
૪૩૬
ષદ્દન
માનવામાં જ લાધવ છે, કારણ કે અભાવને એક અલગ પદાથ ન માનતાં અનન્ત આધારાના રૂપમાં માનવામાં અધિક ગૌરવ છે, અર્થાત્ ‘ઘટાભાવ’ને અધિકરણથી જુદા એક પદાર્થ ન માનતાં ‘ભૂતલમાં ઘટાભાવ' ભૂતલસ્વરૂપ માનવા પડશે, ‘પર્વતમાં ઘટાભાવ’ પવતસ્વરૂપ માનવા પડશે. આ રીતે અનન્ત આધારે)ના ભિન્ન ભિન્ન સ્વરૂપના જુદા જુદા ઘટાભાવ માનવા અપેક્ષાએ એક ઘટાભાવ માનવામાં અધિક લાધવ છે.૩૨ (૨) ભૂતલમાં ઘટાભાવ' એવી ઘટાભાવની પ્રતીતિમાં આધારાધેયભાવની પ્રતીતિ થાય છે. ભૂતલ આધાર છે અને ઘટાભાવ આધેય છે. પરંતુ જો ઘટાભાવને ભૂતલસ્વરૂપ જ માની લેવામાં આવે તે આધાર અને આધેયની . અલગ-અલગ પ્રતીતિ જે થાય છે તેના ખુલાસા નહિ થઈ શકે.૩૩ (૩) વળી, અભાવને આધારસ્વરૂપ માનવામાં બીજી એક મુશ્કેલી ઊભી થાય છે. એ તે બધાને અનુભવ છે કે જે ઇન્દ્રિયથી જે વસ્તુની પ્રતીતિ થાય છે તે ઇન્દ્રિયથી તે વસ્તુના અભાવનું પણ ગ્રહણ થાય છે, અર્થાત્ પ્રતિયેાગી અને એને અભાવ એક જ ઇન્દ્રિયથી ગૃહોત થાય છે, ચક્ષુથી રૂપનું ગ્રહણ થાય છે અને ચક્ષુથી જ રૂપાભાવનું પણ ગ્રહણ થાય છે. વાયુમાં રૂપાભાવનું ગ્રહણ ચક્ષુથી જ થાય છે. પરંતુ જે અભાવને અધિકરણસ્વરૂપ જ માનવ!માં આવે તેા ‘વાયુમાં રૂપાભાવ’ના ઉદાહરણમાં રૂપાભાવનું ગ્રહણ ચક્ષુથી નહિ થઇ શકે, કારણ કે વિરાધીને મતે રૂપાભાવ વાયુસ્વરૂપ ઠરશે અને વાયુ તે। ચક્ષુથી ગ્રાહ્ય નથી. આમ અભાવને જો આધારસ્વરૂપ માનવામાં આવે તેા અભાવની પ્રતીતિ એ ઇન્દ્રિયથી નહિ થઈ શકે જે ઇન્દ્રિયથી એના પ્રતિયેગીની પ્રતીતિ થાય છે. પરંતુ એ તા સૌને અનુભવ છે કે જે ઇન્દ્રિયથી વસ્તુનુ (પ્રતિયોગીનું ) ગ્રહણ થાય છે તે જ ઇન્દ્રિયથી તેના અભાવનુ ગ્રહણ થાય છે. આમ સાજનીન અનુભવ સાથે વિરાધ આવતા હોવાથી અભાવને આધારસ્વરૂપ ન માની શકાય.૩૪(૪) ભૂતલનું કૈવલ્ય (=ધટવિવિકતાવસ્થા) જેને વિરાધી ધટાભાવ ગણે છે તે શું છે? તે ભૂતલથી ભિન્ન છે કે અભિન્ન ? જો તે ભૂતલથી અભિન્ન હાય તે। ભૂતલ ઉપર ઘટ મૂકવા છતાં ભૂતલ તે રહેતું જ હાઈ આપણતે તે વખતે પણ ધટાભાવને અનુભવ થવા જોઈ એ. જો તે ભૂતલથી ભિન્ન હોય તે પછી વિવાદ કેવળ નામની બાબતમાં જ રહ્યો. જેને વિરાધી ‘કૈવલ્ય’ નામ આપે છે તેને ન્યાય-વૈશેષિકા ‘અભાવ’ નામ આપે છે. અર્થાંત્ વિરાધીએ ન્યાય-વૈશેષિકાના અભાવ પદાના સ્વીકાર કરી જ લીધો ગણાશે.૩૫ (૫) જે વિરોધી કહે કે ભાવની એ અવસ્થાઓ હાય છે...એકાકી અને સદ્વિતીય; એ બેમાંથી જે એકાકી અવસ્થા તે જ કૈવલ્ય છે. આની સામે ન્યાય-વૈશેષિકા કહે છે : ભૂતલની એકાકી અવસ્થા જ બટાભાવ છે એમ વિધીનુ કહેવુ છે.
જ
એકાકી’શબ્દત