________________
૪૨૨
-
પદર્શને
તે પ્રશ્ન ઊઠે છે કે પ્રશસ્તપાદે છ જ પદાર્થો કેમ ગણાવ્યા છે અને છ જ પદાર્થોનું નિરૂપણ કેમ કર્યું છે ? પ્રશસ્તપાતું ભાષ્ય સમવાયપદાર્થના નિરૂપણ પછી સમાપ્ત થાય છે. આમ કેમ ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીધર કહે છે કે પ્રશસ્તપાદે છ જ પદાર્થો ગણાવ્યા છે કારણ કે તે છ પદાર્થો ભાવરૂપ છે; સાતમે અભાવરૂપ પદાર્થ હોવા છતાં તેને ગણાવ્યા નથી કારણ કે તે ભાવ-પરત– છે. આ ઉત્તર સંતોષપ્રદ નથી. ભલે પ્રશસ્તપાદે તેને ન ગણાવ્યો પરંતુ તેનું નિરૂપણ કેમ ન કર્યું ? કણદે જે અભાવનું નિરૂપણ કર્યું તે પ્રશસ્તપાદે કેમ ન કર્યું ? આને એક ઉત્તર એ હોઈ શકે કે વૈશેષિકસૂત્રના ટીકાકારો જેને કણાદનું અભાવનિરૂપણ ગણે છે તે ખરેખર અભાવનિરૂપણ નથી, અને પ્રશસ્તપાદ સુધી વૈશેષિકદર્શનમાં અભાવનો સ્વીકાર થયો ન હતો–અભાવસિદ્ધાન્ત ઉદ્ભવ્યું ન હતું. બીજે ઉત્તર એ છે કે અભાવનિરૂપણ કરતાં સૂત્રો પાછળથી ઉમેરાયેલાં પણ હોય કારણ કે વૈશેષિકસૂત્રોનું મૂળ કેટલું હશે તે, ઉપલબ્ધ સૂત્રપાઠોનું વૈવિધ્યને જોતાં, નક્કી કરવું મુશ્કેલ છે. ન્યાયસૂત્રમાં અભાવને નિર્દેશ નથી. વાસ્યાયનભાષ્ય કેટલાકને મતે એક સ્થળે અભાવને નિર્દેશ કરે છે જ્યારે કેટલાકને મતે તે સ્થળ અભાવનો નિર્દેશ કરતું નથી. ઉદ્યોતકર અભાવનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારે છે. તે કહે છે કે અભાવ પણ સમવાયની જેમ વિશેષણવિશેષ્યભાવસનિકર્ષ દ્વારા પ્રત્યક્ષ થાય છે. જ્યતે, શ્રીધરે. અને વાચસ્પતિએ અભાવને બાહ્ય અસ્તિત્વ ધરાવતી વસ્તુ તરીકે પુરવાર કરવા અત્યંત શ્રમ લીધો છે. દસમી શતાબ્દીમાં તે સાતમા પદાર્થ તરીકે સ્થિર થાય છે. દસમી શતાબ્દીના શિવાદિયે તે પિતાના ગ્રંથનું નામ જ “સપ્તપદાથી” રાખ્યું છે. નવ્યન્યાયના ગ્રંથમાં અભાવનું વિશદ નિરૂપણ મળે છે.
(૩) આવશ્યક પરિભાષા અભાવને બરાબર સમજવા માટે નીચેના પાંચ અંગેનું જ્ઞાન આવશ્યક છે. (૧) પ્રતિયોગી (૨) અનુગી (૩) પ્રતિયોગિતાવરચ્છેદક ધર્મ (૪) અનુયોગિતાવચ્છેદક ધર્મ (૫) પ્રતિયોગિતાવહેદક સમ્બન્ધ. એક ઉદાહરણ લે-“જળમાં ગન્ધાભાવ છે.
૧. પ્રતિયોગી–અભાવ કોનો ? ગધન. તેથી ગબ્ધ પ્રતિયોગી છે પ્રતિયોગી હેવારૂપ ધર્મ તે પ્રતિગિતા કહેવાય છે.
૨. અનુયોગી—અભાવ શેમાં છે ? જળમાં. તેથી જળ અનુગી છે. અનુગી હેવારૂપ ધર્મ તે અનુચિતા કહેવાય છે.