________________
વૈશેષિકદર્શન
૨૭ ૩. પ્રતિયોગિતાવાદક ધર્મ–અહીં કોઈ ખાસ ગંધને અભાવ છે કે ગન્ધમાનો? ગન્ધવિશેષને નહિ પણ ગધમાત્રનો અર્થાત ગબ્ધત્વ જતિવાળી બધી ગંધવ્યક્તિઓને. તેથી અહીં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે અન્યત્વજાતિ.
૪. અનુગિતાવરચ્છેદક ધર્મ – ગધને અભાવ જલવિશેષમાં છે કે જળમાત્રમાં? અહીં અભાવ જળમાત્રમાં છે – જલવજાતિયુક્ત બધી જલવ્યતિઓમાં છે. તેથી અહીં અનુગિતાવચ્છેદક ધર્મ જલત્વજાતિ છે
- પ. પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ – ગન્ધના સંગસંબંધન નિષેધ કરવામાં આવે છે કે સમવાય સંબંધને ગબ્ધ જળમાં સમવાય સંબંધથી નથી. ગન્ધનો સમવાયસંબધ જળમાં નથી. જળમાં સમવાય સંબંધથી ગબ્ધનો અભાવ છે. તેથી, અહીં પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ સમવાય છે, સંગ નથી.
આ ઉપરથી એ સ્પષ્ટ છે કે એક સ્થાનમાં એક સંબંધથી વિદ્યમાન વસ્તુને પણ બીજા સંબંધથી તે સ્થાનમાં તે જ કાળે અભાવ હોય છે. ઉદાહરણાર્થ, ભૂતલમાં સંગસંબંધથી ઘટ હોવા છતાં સમવાયસંબંધથી ભૂતલમાં ઘટનો અભાવ હોય છે. તેવી જ રીતે, એક સ્થાનમાં એક રૂપથી એક વસ્તુના હોવા છતાં બીજા રૂપથી તે જ સ્થાનમાં તે જ વસ્તુને તે જ કાળે અભાવ હોય છે. ઉદાહરણાર્થ, ઘરમાં શુકલ રંગવાળો પટ છે પણ નીલ રંગવાળો પટ નથી. તે જ પટ જ્યારે ઘરની બહાર હોય છે ત્યારે તેમાં બહાર હેવાપણુને ધર્મ રહે છે. બહાર હેવાપણુના ધર્મવાળો પટ કદીય ઘરની અંદર ન હોય. બહાર હોવાપણાના ધર્મવાળા પટનો અભાવ ઘરની અંદર હોય છે. તેથી, ઘરમાં પટ હોય તે પણ બહાર હેવાપણાના ધર્મવાળા પટને તે ઘરમાં અભાવ જ હોય છે. વળી, જ્યારે ઘરમાં પટ તે હોય છે પણ ઘટ હોતું નથી ત્યારે ઘરમાં કેવલ પટ છે પણ ઘટ અને પટ બંને નથી, અર્થાત પટ કેવલ છે પણ પેટ ઘટસહિત નથી-કેવળ પટ છે પણ ઘટ–પટભવેન પટાભાવ છે. તેથી ઉભયાભાવમાં એક પ્રતિયોગી હોવા છતાં પણ ઉભયરૂપે તે પ્રતિ યોગીને અભાવ હોય છે. આને જ એકસsપિ દ્વયં નાસ્તિ” (“એક હેવા છતાં બંને નથી') એવા વાક્યપ્રયોગ દ્વારા વ્યકત કરીએ છીએ. આમ સંબંધ દ્વારા અને ધર્મ દ્વારા અભામાં વિલક્ષણતા આવે છે. ' પરંતુ ખરેખર તે પ્રતિયોગિતા દ્વારા જ અભાવોમાં લક્ષણ્ય આવે છે. તેથી કહેવાય છે કે અભાવની પ્રતિયોગિતાઓ કઈ સંબંધથી અને ધર્મથી નિયમિત (=વિશિષ્ટ, અવચ્છિન્ન) હોય છે. જે પ્રતિયોગિતા જે સંબંધથી અને