________________
અધ્યયન ૧૮
અભાવપદાર્થ
(1) પ્રાસ્તાવિક ભૂતલ ઉપરથી ઘડે દૂર થતાં ત્યાં ઘટાભાવની પ્રતીતિ થાય છે. કુંભારના ચાકડે ચડેલા માટીના પિંડમાં ઘટાભાવની પ્રતીતિ થાય છે. ઘડો ફૂટી ગયા પછી ઘટાભાવની પ્રતીતિ થાય છે. પેટ ઘટાભાવ (અઘટ) છે એવી પ્રતીતિ થાય છે. આવી રીતે આપણને અભાવની પ્રતીતિ થાય છે. પ્રતીતિભેદે પદાર્થભેદ માનવાને ન્યાયશેષિક સિદ્ધાન્ત છે. એટલે ન્યાયશેષિકે અભાવને અલગ પદાર્થ માને છે.
અભાવને પદાર્થ કહી શકાય કે નહિ એ પ્રશ્નને લઈને ઘણું ખંડનમંડન થયું છે. જે પદાર્થ શબ્દથી કેવળ સત્તાત્મક વસ્તુઓ યા ભાવાત્મક વસ્તુઓનું જ ગ્રહણ થાય તે અભાવને પદાર્થ ન ગણી શકાય. પરંતુ જે ‘પદાર્થ શબ્દથી (knowable)માત્રનો બોધ થતું હોય તો અભાવ પણ પદાર્થકેટિમાં આવી જાય છે. આ વ્યાપક અર્થમાં તે અભાવને પદાર્થ ગણી શકાય. અભાવ ભાવાત્મક પદાર્થ નથી એ વાત સાચી. પરંતુ તેનું બાહ્ય અસ્તિત્વ તે છે. અભાવ રેય છે એટલું જ નહિ તેનું બાહ્ય અસ્તિત્વ પણ છે. જેની પ્રતીતિ થાય છે તે બાહ્ય અસ્તિત્વ ધરાવે છે.
(૨) અભાવના સિદ્ધાંતને વિકાસ " કણાદનાં વૈશેષિકસૂત્રોમાં ઉદ્દેશસૂત્રમાં (૧.૧.૪) છ જ પદાર્થો ગણાવ્યા છે, એટલે કણાદ છ જ પદાર્થો સ્વીકાતા હતા, સાતમે અભાવ પદાર્થ તેમને સ્વીકાર્ય ન હતો એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. પરંતુ આ ઉદ્દેશસૂત્ર પ્રક્ષિત હવાનો સંભવ છે કારણ કે ચંદ્રાનન્દસંમત સૂત્રપાઠમાં આ ઉદ્દેશસૂત્ર જ નથી. વૃત્તિકાર ચન્દ્રાનન્દ અનુસાર કણદે નવમા અધ્યાયનાં ૧ થી ૫ સૂત્રોમાં અભાવના ચારેય પ્રકારનું નિરૂપણ કર્યું છે અને ત્યાર પછીનાં સૂત્રોમાં તે તે પ્રકારના અભાવનું જ્ઞાન કેવી રીતે થાય છે તેનું નિરૂપણ કર્યું છે. આ સૂચવે છે કે કણદ અભાવનું મહત્વ બરાબર સમજે છે, અને અભાવને સ્વીકારે છે.