________________
વૈશેષિક દર્શન
૩. રહે તે પહેલાં ગોવ્યકિત ગવ્યકિત હતી નથી પણ અગવ્યક્તિ હોય છે, તો અ-ગોવ્યક્તિ તે અશ્વ વગેરે પણ છે, એટલે તેમનામાં પણ સામાન્ય રહેવું જોઈએ અને પરિણામે અશ્વ વગેરે ગાય બની જવા જોઈએ.8
આ આક્ષેપને ઉદ્યોતકરે આપેલો જવાબ રસપ્રદ છે. વિરોધીઓએ ઊઠાવેલા બે વિકલ્પ ન્યાય-વૈશેષિકને અનુચિત લાગે છે. ગત્વ ગવ્યક્તિમાં રહે છે કે અ-ગોવ્યક્તિમાં એ પ્રશ્ન જ બોટે છે, કારણ કે પિંડની યા વ્યક્તિની સાથે ગોત્વનો સંબંધ થતાં પહેલાં ન તો તે ગોવ્યકિત છે કે ન તે તે અ–ગોવ્યકિત છે. આવું કેમ ? કારણ કે, ગે” અને “અ-ગો” આ બેય વિશિષ્ટબુદ્ધિ છે અને વિશિષ્ટબુદ્ધિ વસ્તુ સાથે વિશેષણના સંબંધ વિના સંભવે નહિ; ગેહત્વના (વિશેષણના) સંબંધ પહેલાં વિશિષ્ટ વસ્તુ (=ગોવ્યકિત) નથી હોતી, અને અવિદ્યમાન ગોને “અ-ગો’ શબ્દથી વર્ણવવી શક્ય નથી. ગવ્યકિતની ઉત્પત્તિ અને ગોવસામાન્યને તેની સાથે સંબંધ એક કાળે જ થાય છે. તેથી, ગોત્વસામાન્ય સાથે સંબંધમાં આવવા પહેલાં ગવ્યકિત ગવ્યકિત હતી કે અગોવ્યક્તિ ” એ પ્રશ્ન કરવો ખોટો છે. અહીં એ વાત ધ્યાનમાં રાખીએ કે સંગની બાબતમાં સંબંધીઓનું સંગસંબંધ સ્થપાય તે પહેલાં–ઓછામાં ઓછું એક ક્ષણ પહેલાં—અસ્તિત્વમાં હોવું આવશ્યક છે કારણ કે તેમને સંયોગના સમવાયિકારણ ગણવામાં આવ્યા છે. પરંતુ આવી આવશ્યકતા સમવાય સંબંધની બાબતમાં નથી કારણ કે સમવાયસંબંધ નિત્ય છે.
- સામાન્ય અને અપેહ બૌદ્ધ દાર્શનિક અનુસાર સામાન્ય વસ્તુસત નથી. સામાન્યપ્રતીતિને વિષય બાહ્ય સામાન્ય નથી, કારણ કે બાહ્ય વસ્તુઓ એકબીજાથી અત્યન્ત વિલક્ષણ છે. તેથી સામાન્યપ્રતીતિ નિર્વિષય છે; અથવા કહો કે કલ્પિત સામાન્ય તેનો વિષય છે. પરસ્પર વ્યાવૃત્ત વસ્તુઓથી જ એકાકાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ એકાકાર બુદ્ધિ વસ્તુઓને પરસ્પર વ્યાવૃત્ત સ્વભાવને ઢાંકી દે છે. તેથી વસ્તુઓમાં સામાન્યની પ્રતીતિ થાય છે, વસ્તુઓમાં અભેદ જણાય છે. વસ્તુતઃ વસ્તુઓમાં કેઈ સામાન્ય નથી, કેઈ અભેદ નથી. વસ્તુઓમાં એકાકાર બુદ્ધિ ઉત્પન્ન થવાનું કારણ વિજાતીય વ્યાવૃત્તિ છે. બધી ગાયોમાં અ-ગેવ્યાવૃત્તિ છે. તેથી બધી ગાયોમાં જે એક છે તે વિધ્યાત્મક બાહ્ય વસ્તુસત્ સામાન્ય નથી પરંતુ નિષેધાત્મક કાલ્પનિક અગોવ્યાવૃત્તિરૂપ સામાન્ય છે. ૭૫ એક જ ગાયને અગોવ્યાવૃત્ત હેવાથી ગાય કહેવામાં આવે છે, અપશુવ્યાવૃત્ત હેવાથી પશુ કહેવામાં આવે છે, અદ્રવ્યવ્યાવૃત્ત હોવાથી દ્રવ્ય કહેવામાં આવે છે. આવી રીતે વ્યાવૃત્તિઓના ભેદથી