________________
૩૯૦
વદન બીજી વ્યક્તિમાં ન જણાવું જોઈએ એવા આક્ષેપ પરિહાર કરતાં તેઓ કહે છે કે એમાં અમે શું કરીએ અને એમાં અમે કેને દેશ દઈએ? તે ખરેખર બીજી વ્યકિતઓમાં પણ ગૃહીત થાય છે. તે બીજી વ્યક્તિઓમાં પણ છે જ, તેને કઈ રીતે છૂપાવી શકાય ? એ તો એને સ્વભાવ જ છે. સામાન્યને અંશે તે છે નહિ કે જેથી કહી શકાય કે તે અંશતઃ પોતાની બધી વ્યક્તિઓમાં રહે છે. “આવું દષ્ટાન્ત કઈ છે કે એક વસ્તુ અનેકમાંના પ્રત્યેકમાં સમગ્રપણે રહેતી હેય?” આવા પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે કે પ્રત્યક્ષમાં દષ્ટાન્તની જરૂર જ નથી, દષ્ટાન્તની જરૂર તો અનુમાનમાં છે. સામાન્ય એક હોવા છતાં તે પ્રત્યેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે તે તે પ્રત્યક્ષથી જણાય છે, એટલે દષ્ટાન્તની જરૂર જ ક્યાં છે આ છે જયંત ભટ્ટની દલીલ.૭૧
ઉદ્યોતકરને ઉત્તર નીચે મુજબ છે. સામાન્ય પ્રત્યેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે એ પ્રશ્ન ઊઠાવે જ અયોગ્ય છે. ‘એકદેશ” (=અંશતઃ) અને “કૃતસ્ત્ર (=સમગ્રપણે)ના આ બે વિક િગર્વસામાન્યની બાબતમાં ઊઠાવવા ખોટા છે, કારણ કે ગે–સામાન્ય નથી અવયવી કે નથી સમુદાય. “એકદેશને પ્રયોગ અવયવીના અવયવ માટે કે સમુદાયના ભાગ માટે થઈ શકે. કંઈ પણ બાકી રાખ્યા વિના અશેષનું અભિધાન કરવું હોય ત્યારે અવયવીના બધા અવયવોની અપેક્ષાએ કે સમુદાયના બધા સમુદાયીઓની અપેક્ષાએ “સ્નેને પ્રયોગ થાય છે. પરંતુ ગેવસામાન્ય તે અવયવીય નથી કે સમુદાયેય નથી. તેથી એકદેશ” (યા “અંશતઃ') અને કૃત્ન” (સમગ્રપણે) આ શબ્દોને પ્રયોગ સામાન્યની બાબતમાં કરે અનુચિત છે.
ઉદ્યોતકર વિરોધીઓના એક વધુ આક્ષેપને નિર્દેશ કરે છે : ગવ જેવું સામાન્ય ન હોઈ શકે, કારણ કે ન તે તેનું ગવ્યક્તિમાં રહેવું સંભવે છે કે ન તે તેનું અ-ગવ્યકિતમાં રહેવું સંભવે છે. જે તે વ્યકિતમાં રહે છે એમ માનીએ તો ગવ્યક્તિ, સામાન્ય તેનામાં રહે તે પહેલાં પણ, ગવ્યકિત જ છે એમ ફલિત થાય અને તે પછી ગે–સામાન્યની જરૂર શી રહી છે જે કહો કે તે અ-ગોવ્યકિતમાં રહે છે તે તે પણ બરાબર નથી કારણ કે અશ્વ, વગેરે અ-ગે છે તે તેમનામાં ગત્વ રહેવું જોઈએ અને પરિણામે અશ્વ વગેરે પણ ગોવ્યક્તિઓ બની જવા જોઈએ. આ આક્ષેપને બીજા શબ્દોમાં રજૂ કરીએ. ગોવ્યક્તિમાં ગોતવ રહે તે પહેલાં ગવ્યક્તિ ગેરવ્યક્તિ હોય છે કે અને વ્યક્તિ ? જે કહો કે ગોવ્યક્તિમાં ગવ રહે તે પહેલાં ગવ્યક્તિ ગોવ્યક્તિ જ હેય છે તે ગોવસામાન્યની કઈ જરૂર નથી. જે કહે કે ગોવ્યક્તિમાં ગર્વ