________________
વેશષિકદ ન
૩૮૯
છે
છે તે તે દેશમાં તે કારણેાના સામર્થ્યથી તે કાવસ્તુના પેાતાના સામાન્ય સાથે સમવાયસંબંધ સ્થપાઈ જાય જે સામાન્ય ન ા તે કાય વસ્તુની ઉત્પત્તિ પહેલાં ત્યાં હતું કે ન તા તે બીજે સ્થાનેથી ત્યાં ઉત્પત્તિકાળે આવ્યુ છે. ૬૪ આમ છે, કારણ કે વસ્તુએના એવા સ્વભાવ છે અને વસ્તુઓને એવા સ્વભાવ કેમ છે એ પ્રશ્ન કરવા અનુચિત છે. આમ સમવાયના ચમત્કારના આશરા શ્રીધર લે છે. પરંતુ સામાન્ય માણસને એ વાત ગળે ઊતરવી કઠણ છે કે તાજી ઉત્પન્ન થતી વ્યક્તિ સાથે જોડાનાર સામાન્ય ન તે જ્યાં તે વ્યક્તિ ઉત્પન્ન થાય છે ત્યાં હાય છે કે ન તે ત્યાં તે બીજે સ્થાનેથી આવે છે. તેથી મેટા ભાગના ન્યાયવૈશેષિક દાશ`નિકા આ મતને સ્વીકારતા નથી પરંતુ દ્વિતીય મતને સ્વીકારે છે. આ દ્વિતીય મત અનુસાર, આપણે જોયું તેમ, સામાન્ય વ્યાપક હોવા છતાં પેાતાની વ્યક્તિઓમાં જ તે સમવાયસંબંધથી રહે છે.
ન
――
વ્યક્તિમાં સામાન્યની વૃત્તિ
સામાન્ય અને વ્યકિત અત્યન્ત ભિન્ન છે. તેથી વિરાધીએ પ્રશ્ન ઊઠાવે છે કે સામાન્ય વ્યકિતએમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે? તે કહે છે કે જો સામાન્ય તેની વ્યકિતઓમાંની એક વ્યક્તિમાં સમગ્રપણે રહેતું હોય તે તેમાં જ તે સમાપ્ત થઈ જશે અને તેની અન્ય વ્યકિતઓમાં તેનું ગ્રહણ નહિ થાય પ વળી, એક વ્યકિતમાં સમાપ્ત થયેલ સામાન્યને બીજી વ્યક્તિમાં રહેવા માટે તે ફરી ઉત્પન્ન થવું પડે.!! ઉપરાંત, જો સામાન્ય પ્રત્યેક વ્યકિતમાં સમગ્રતયા રહેતું હોય તેા વ્યક્તિની જેમ તે પણ અસાધારણ બની જાય અને સામાન્ય ન રહે.૬૭ હવે જો તે તેની વ્યકિતઓમાં અંશતઃ રહેતું હોય તે ગાવસામાન્ય કોઈપણ વ્યક્તિમાં સમગ્રપણે નહિ મળે અને પરિણામે ગેાવ્યક્તિની બાબતમાં ગાબુદ્ધિ નહિ જન્મે. ૧૮ વળી, સામાન્ય નિર્દેશ હોઈ તેને અંશે તે છે નહિ એટલે તે અંશતઃ પેાતાની વ્યકિતઓમાં કેવી રીતે રહી શકે ૬૯ ઉપરાંત, જો સામાન્ય અંશતઃ અનેક વ્યકિતએમાં રહેતુ હાય તેા પછી એક અનેકમાં રહે છે એમ નહિ કહેવાય પણ અનેક અનેકમાં રહે છે એમ કહેવુ પડશે, જ્યારે ન્યાય-વૈશેષિકના સામાન્યના સિદ્ધાન્ત તેા એવા છે કે એક (સામાન્ય) અનેકમાં (=વ્યકિતઓમાં) રહે છે. તેથી, અંશતઃ વૃત્તિના આ વિકલ્પ સ્વીકારતાં એક સામાન્ય અનેક વ્યક્તિમાં રહે છે એ ન્યાય-વૈશેષિક માન્યતાનેા છેદ ઊડી જશે.૭૦
ન્યાય-વૈશેષિકા આ આક્ષેપને અસરકારક ઉત્તર આપે છે. પ્રત્યેક વ્યકિતમાં સામાન્ય સમગ્રતયા રહે છે. જો તે એક વ્યક્તિમાં સમગ્રપણે રહેતું હોય તે