________________
વૈશેષિક દર્શને
૩૮૭
છે, બીજી વ્યક્તિઓમાં સમવાયસંબંધથી રહેતું નથી. સામાન્ય વ્યાપક છે, તેથી તે બધે જ છે, પરંતુ પોતાની વ્યકિતઓ સાથે જ તેને સમવાયસંબંધ છે, અન્ય વ્યક્તિઓ સાથે તેનો સમવાયસંબંધ નથી. બીજો અર્થ એ કે સામાન્ય વ્યાપક નથી, બધે જ સામાન્ય નથી પરંતુ કેવળ પોતાની વ્યકિતઓમાં જ છે અને પોતાની વ્યક્તિઓમાં તે સમવાય સંબંધથી રહે છે. “સ્વવિષયસર્વગતના આ બે અર્થ માંથી પ્રથમ અર્થ પ્રશસ્તપાદને અભિપ્રેત લાગે છે, કારણ કે તે પોતે કહે છે કે સામાન્ય અપરિચ્છિન્નદેશ (=વ્યાપક) છે છતાં અમુક ઉપલક્ષણથી જ વ્યક્ત થાય છે. ગોત્વ સાસ્નાદિસંસ્થાનવિશેષથી વ્યક્ત થાય છે, અશ્વત્વ કેસશદિસંસ્થાનવિશેષથી વ્યક્ત થાય છે, વગેરે. સાસ્નાદિસંસ્થાનરૂપ ઉપલક્ષણ ગાયમાં જ હોય છે તેથી ગોવસામાન્ય ગાયમાં જ વ્યક્ત થાય છે, એમાં વ્યક્ત થતું નથી.૫૫ અમુક ઉપલક્ષણથી અમુક સામાન્ય કેમ વ્યક્ત થાય છે ? તેમ થવાનું કારણ એ છે કે તે ઉપલક્ષણવાળી વ્યક્તિઓમાં જ તે સમવાયસંબંધથી રહે છે. તે ઉપલક્ષણવાળી વ્યક્તિઓમાં બધાં જ સામાન્ય સમવાય સંબંધથી રહેતાં નથી. પરંતુ અમુક વ્યક્તિ ઉત્પન્ન થતાં તેની સાથે અમુક સામાન્યનો જ સમવાયસંબંધ કેમ થાય છે? વ્યક્તિ જન્મતાં તેની સાથે ગેત્વને જ સમવાયસંબંધ કેમ થાય છે, અશ્વત્વને સમવાયસંબંધ કેમ થતું નથી ? પ્રશસ્તપાદ જણાવે છે કે અમુક વ્યક્તિની ઉત્પાદક કારણસામગ્રી જ એની નિયામક છે.પ૬ ગર્વસામાન્યના સંબંધથી જે, ઉપભગ સંપાદિત થાય તે ઉપભોગ સંપાદન કરાવનાર અદષ્ટ સહિતની કારણસામગ્રીથી વ્યક્તિ ઉત્પન્ન થતાં જ તેની સાથે ગોત્વસામાન્યનો સંબંધ થાય છે, અશ્વત્વસામાન્ય સંબંધ થતો નથી.૫૭ ઘટની ઉત્પાદક કારણસામગ્રી જ એવી છે કે તે કારણસામગ્રીથી જેવી ઘટવ્યક્તિ ઉત્પન્ન થાય છે તેવો જ તેનો પટત્વ વગેરે સાથે નહિ પણ ઘટત્વ સાથે સમવાયસંબંધ સ્થાપિત થાય છે.
.. વળી, પ્રશસ્તપાદ જણાવે છે કે અન્તરાલમાં સામાન્ય અવ્યપદેશ્ય છે કારણ કે અન્તલ સાથે સામાન્યને ન તો સમવાય સંબંધ છે કે ન તે સંયોગસંબંધ.૫૮ સામાન્યનો કઈ પણ વસ્તુ સાથે સંયોગ ઘટતો નથી, કારણ કે સંગ ન્યાયવૈશેષિક અનુસાર ગુણ હોઈ અને ગુણ દ્રવ્ય સિવાય બીજે ક્યાંય ન રહેતા હોઈ સંગ બે દ્રવ્યો વચ્ચે જ સંભવે છે; સામાન્ય ક્રમ નથી. સામાન્યનો સમવાયસંબંધ પોતાની વ્યક્તિઓ સાથે જ સંભવે છે, તેથી અન્તરાલ સાથે સામાન્ય સમવાય સંબંધ નથી. આમ અત્તરાલમાં સામાન્ય હોવા છતાં તે અનરલ સાથે સમવાય કે સંયોગ ધરાવતું ન હોઈ અવ્યપદેશ્ય છે. અવ્યપદેશ્યનો અર્થ અન