________________
અધ્યયન ૪
દ્રવ્યસ્થાપના
પ્રાસ્તાવિક કણદે દ્રવ્યનું લક્ષણ આપ્યું છે. તે કહે છે કે જે ગુણવત, કર્મવત અને સમવાયિકારણ (ઉપાદાનકારણુ) હોય તે દ્રવ્ય. દ્રવ્ય ગુણ અને કર્મને આશ્રય છે. કાર્યમાત્રના સમવાધિકારણ તરીકે જે હોય છે તે વ્ય જ હોય છે. દ્રવ્યો નવ જ છે. નવેય દ્રવ્યો કેઈને કેઈ કાર્ય(દ્રવ્ય, ગુણ, કર્મ)નાં સમાયિકારણ છે. પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર સ્પર્શવ દ્રવ્ય તે દ્રવ્ય, ગુણ, કર્મ ત્રણેયનાં સમવાધિકારણ બને છે, બાકીનાં આકાશ, વગેરે નિત્યદ્રવ્યો તે પોતે પોતાના ગુણોનાં સમવાયિકારણ છે. દ્રવ્યથી અતિરિત બીજો કઈ પદાર્થ (અર્થાત ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય કે અભાવ) સમવાયયિકારણ બની નથી શકતે. તેમના મતે નવ દ્રવ્ય આ છે–પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિફ, આત્મા અને મન. આ નવ દ્રવ્યોમાંથી પ્રથમ ચારના બે પ્રકાર છે–મૂળ દ્રવ્ય (માત્ર કારણદ્રવ્ય) અને કાર્યદ્રવ્ય. મૂળ દ્રવ્ય તે પરમાણુ અને કાર્યદ્રવ્ય તે અવયવી. પૃથ્વીપરમાણુ, જળપરમાણુ, તેજપરમાણુ, વાયુપરમાણુ, આકાશ, કાલ, દિફ, આત્મા અને મન આ બધાં નિત્ય દ્રવ્ય છે. નિત્ય હેવાથી તે કાં તે અણુપરિમાણ છે કાં તે વિભુપરિમાણ છે. પૃથ્વી પરમાણુ, જળપરમાણુ, તેજપરમાણું, વાયુપરમાણુ અને મન અણુપરિમાણ છે, જ્યારે બાકીનાં વિભુપરિમાણ છે. આ ઉપરથી ફલિત થાય છે કે આ બધાં નિત્ય દ્રવ્ય નિરવયવ છે. અણુ અણુપરિમાણુ હવા છતાં ક્ષણિક નથી; તેની દેશવ્યાપ્તિ ન હોવા છતાં કાળવ્યાપ્તિ તો છે. કાર્યદ્રવ્ય યા અવયવી અણુપરિમાણ પણ નથી કે વિભુપરિમાણ પણ નથી પરંતુ મધ્યમપરિમાણ છે. તે ઓછેવધતે અંશે દેશમાં વ્યાપેલ હોય છે. તેવી જ રીતે કાળમાં પણ તે ઓછેવત્તે અંશે વ્યાપેલ હોય છે, અર્થાત તે ક્ષણિક નહિ પણ કિયત્કાલસ્થાયી હોય છે. આ કાર્યક્ર યા અવયવીઓમાં ભણુક, ચણુથી માંડી ઘટ, પટ વગેરે સૌને સમાવેશ થાય છે. કાર્યક્રવ્ય યા અવયવીઓનું વિભાજન કરતા જઈએ તે છેવટે અવિભાજ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. આ દર્શાવે છે કે કાર્ય દ્રવ્ય સાવયવ છે. તેઓ પિતાના અવયવોમાં રહે છે. નિત્ય અને અનિત્ય