________________
૩૮૦
જગ્દર્શન
કાના સયેાગસ બંધ હાય છે, સમવાયસંબંધ નહિ. આરંભક અવયવ અને અનાર્ભક અવયવ વચ્ચેના સ ંયોગ અનાર ભક અવયવ અને કાય વચ્ચેના સયેાગને જનક છે. આ હકીકત આપણે સંયેાગજ સંયાગની ચર્ચા વેળાએ જોઈ ગયા છીએ. સામાન્ય રીતે માનવશરીર પાંચભૌતિક મનાય છે. ન્યાય-વૈશેષિક સિદ્ધાંત અનુસાર માનવશરીર એકભૌતિક છે અને કેવળ પાર્થિવ પરમાણુએ જ તેના આરંભક અવયવા છે. જલીય પરમાણુઓ તે પાર્થિવ પરમાણુઓ સાથેના સંચાગ દ્વારા પાર્થિ વપરમાણુએના કાયભૂત શરીર સાથે સંયેાગસંબધ ધરાવે છે. આમ જલીય પરમાણુએ માનવશરીરના આરંભક અવયવેશ નથી પરંતુ અનારંભક અવયવે છે. અર્થાત્ માનવશરીર સમવાયસ ંબંધથી પાર્થિવ પરમાણુએમાં રહે છે, જલીય પરમાણુમાં સમવાયસંબંધથી રહેતું નથી. જો માનવશરીરના કે કેાઈ પણ ભૌતિક કાયના આરભક પરમાણુએ એ કે વધુ જાતિના માનવામાં આવે તો તે કાંની અંદર પૃથ્વીવ, જલä જેવી બે કે વધુ જાતિ માનવી પડે. એમ માનતાં સંકર થાય કારણું કે પૃથ્વીત્વ અને જલત્વ માનવશરીમાં સાથે રહે પરંતુ જે એકના અભાવમાં ખીજું રહે, દાખલા તરીકે ઘટમાં પૃથ્વી છે પણ જલત્વ નથી અને બરફમાં જલત્વ છે પણ પૃથ્વીત નથી. આ સંકરને કારણે જલત, પૃથ્વી એ જુદાં સામાન્યા ન માની શકાય. પરંતુ જલત્વ, પૃથ્વત્વ, વગેરે સામાન્યા છે. એટલે પ્રસ્તુત સ ંકરને ટાળવા ન્યાયવૈશેષિકાએ એવા સિદ્ધાંત સ્વીકાર્યું કે ભૌતિક કાના આર ંભક અવયવો સદા એક જાતિના જ હોય છે. સામાન્ય યુદ્ધિ ભલે આ ન સ્વીકારે પરંતુ ન્યાયવૈશેષિકાએ તે આવું સ્વીકાર્યું છે.
(૪) અનવસ્થા—ધરતસામાન્ય, સામાન્ય, દ્રવ્યત્વસામાન્ય વગેરે સામાન્યાની બાબતમાં આપણને ‘આ સાાન્ય છે, આ સામાન્ય છે” એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે. તેનુ કારણ સામાન્યત્વ છે. પણ તે સામાન્યત્વ સામાન્ય નથી પણ ઉપાધિ છે કારણ કે સામાન્યમાં સામાન્ય માનતાં અનવસ્થાદોષ આવે છે.૩૦ વળી, કણાદે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સામાન્યામાં સામાન્ય રહેતુ નથી.૩૧ તેથી સામાન્યામાં થતી અનુવૃત્તિસૃષ્ટિનુ કારણ ઉપાધિ છે એમ માનવું જોઈ એ.
(૫) વાનિ—વિશેષપદાથ વ્યક્તિશઃ અનન્ત છે. વિશેષ દ્વારા નિત્ય વ્યા એકબીજાથી વ્યાવૃત્ત થાય છે. વિશેષો કેવળ વ્યાવૃત્તિબુદ્ધિના જનક છે.૩૨ વિશેષા સામાન્ય જનાને પ્રત્યક્ષ નથી પણ યાગીઓને પ્રત્યક્ષ છે. વિશેષાની બાબતમાં આ વિશેષ છે. આ વિશેષ છે' એવી અનુવૃત્તિબુદ્ધિનું કારણ વિશેષત્વ છે. આ વિશેષ ઉપાધિ છે, સામાન્ય નથી. જો વિશેષમાં સામાન્ય માનવામાં આવે તે