________________
વૈશેષિકન
૩૯
મૃત છે, આ મૂત છે' એવી અનુવૃત્તિષુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિષુદ્ધિનુ કારણભૂતત્વ છે. પરંતુ આ ભૂતત્વ અને મૃતત્વ કેટલીક વ્યકિતઓમાં સાથે રહે છે, કેટલીક વ્યક્તિમાં ભૂતત્વ રહે છે પણ મૃતત્વ રહેતું નથી અને કેટલીક વ્યકિતએમાં મૂત્વ રહે છે પણ ભૂતત્વ રહેતું નથી. ખીજી રીતે કહીએ તે ભૂતત્વનું ક્ષેત્ર વ્યકિતઓ) ભૂતત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે અને ભૂતત્વનું ક્ષેત્ર મૂત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે. આવી પરિસ્થિતિને સંકર કહેવામાં આવે છે.૨૯ મૂત્વ અને ભૂતત્વને સામાન્યા ગણતાં સંકર થાય છે એટલે તેમને બંનેને (યા એમાંના એકને ) સામાન્ય તરીકે ન સ્વીકારવાં જોઈ એ પરંતુ ઉપાધિ તરીકે જ માનવાં જોઈ એ.
આના અથ એ કે ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર એ સામાન્યાનાં ક્ષેત્રે કાં ા પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત હોવાં જોઇએ (ઉદાહરણાં, ઘટત્વ અને પટ) કાં ા એકનું ક્ષેત્ર વ્યાપક અને ખીજાનું ક્ષેત્ર વ્યાપ્ય હોવું જોઈ એ ( અર્થાત્ એકનું ક્ષેત્ર વધુ અને બીજાનું ક્ષેત્ર એન્ડ્રુ હોવુ જોઈએ તેમ જ ઓછું ક્ષેત્ર વિશાળ ક્ષેત્રમાં સંપૂર્ણ પણે સમાઈ જવુ જોઈ એ; ઉદાહરણા, પૃથ્વીત્વ અને ધટત્વ). આ એ સિવાય ત્રીજી શકયતા ન્યાય-વૈશેષિકા સ્વીકારતા નથી. આ એ સિવાય ત્રીજી શકય જ્યાં લાગતી હૈાય ત્યાં ન્યાય-વૈશેષિક કહેશે કે તે એ સામાન્યા નથી (અર્થાત્ એમાંનુ એક જ સામાન્ય છે, ખીજું સામાન્ય નથી; અથવા બંનેય સામાન્ય નથી). સકરમાં ત્રીજી શકયતા જણાય છે. અહી જણાતાં એ સામાન્યાનાં ક્ષેત્રા પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત નથી અને તેમ છતાં તેમાંના એકનું ક્ષેત્ર ખીજાના ક્ષેત્રમાં સંપૂર્ણ પણે સમાઈ જતું નથી. એટલે ન્યાયવૈશેષિકા અહીં એ સામાન્યા સ્વીકારતા નથી.
•
ાતિબાધક સકરના આ ન્યાય-વૈશેષિક સિદ્ધાંતનું તેમના બાહ્યા વાદના સંદર્ભીમાં મહત્ત્વ છે. તે મહત્ત્વ શું છે એ સમજીએ. બધાં ભૌતિક કાર્યાં પાર્થિવ, જલીય, વૈજસ યા વાયવીય અણુઓનાં બનેલાં છે, અર્થાત્ બધાં ભૌતિક કાર્યાંનાં આરંભક અવયવ। આ અણુએ છે. ન્યાય-વૈશેષિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ એક ભૌતિક કાયના આર્ભક અવયવા એકથી વધારે જાતિના હોતા નથી એ વાત ઘણી વાર આપણા ધ્યાન બહાર રહી જાય છે. ચારમાંથી કોઈ પણ એક જાતિના પરમાણુઓ જ તે ભૌતિક કાર્યાંના આર્ભક અવયવ હોવા જોઈએ એવા ન્યાય-વૈશેષિક સિદ્ધાન્ત છે. આ આરંભક અવયવા જ કાયનું સમવાયિકારણુ ગણાય છે. આ આર ંભક અવયવા સાથે સંયુક્ત ખીજી જાતિના અવયવા પણ હાય છે પણ તે અવયવા અનાર ભક છે. તે અનાર ંભક અવયવે। સાથે