________________
વૈશેષિકાન
૩૮૨
વિશેષનું સ્વરૂપ.૪ નષ્ટ થઈ જાય, કારણ કે વિશેષ સામાન્યને અત્યંત વિરાધા છે. વળી, કણાદે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિશેષમાં સામાન્ય રહેતુ નથી.૩૩ તેથી વિશેષામાં થતી અનુવૃત્તિબુદ્ધિનું કારણ સામાન્ય નથી. તે અનુવૃત્તિષુદ્ધિનુ કારણ વિશેષે! પણ નથી કારણ કે તે કેવળ વ્યાવૃત્તિષુદ્ધિના જ જનક છે. એટલે તે અનુવૃત્તિષુદ્ધિની જનક ઉપાધિ માનવી જોઈ એ. વિશેષત્વ ઉપાધિ છે, મન:કલ્પના છે, વિચારપ્રદૂત છે.૩૪
(!). અસ———જ્યાં સમવાયસ ંબંધને અભાવ હોય ત્યાં સામાન્ય ન હાય. સમવાયમાં સમવાયત્વસામાન્ય નથી, કારણ કે ‘સમવાયત્વને સામાન્ય માનવામાં આવે તે તે સમવાયત્વે સમવાયસબંધથી સમવાયમાં રહેવુ જોઈ એ; સામાન્ય હમેશાં પેાતાના આશ્રયમાં સમવાયસંબંધથી જ રહે છે; પરંતુ સમવાયમાં ખીજા સમવાયને માનવેા અશકય છે. સમવાયની સાથે સમવાયત્વના સમવાયસંબંધ અશકય છે. તેથી ‘સમવાયત્વ’ જાંતિ નથી પરંતુ ઉપાધિ છે.૩૫ વળી, અનેક મૂર્તિ એના ગળામાં એક સૂત્ર હોય તે ‘આ સૂત્રયુક્ત છે, આ ત્રયુક્ત છે' એવી અનુવૃત્તિબુદ્ધિ સૂત્રને કારણે થાય છે, તેા પછી સૂત્રને શા માટે સામાન્ય ગણતા નથી—આવી શંકા જો કાઈ કરે તે ન્યાયવૈશેષિક કહેશે કે અનેક મૂર્તિ એમાં એક સૂત્ર છે તેથી અનુવૃત્તિષુદ્ધિ થાય છે એ વાત ખરી, પણ સૂત્રનેા મૂર્તિ સાથે સમવાયસંબંધ નથી પણ સંયેાગસંબંધ છે, એટલે સૂત્રને સામાન્ય ગણી શકશે નહિ.
સામાન્યની ઇન્દ્રિયગ્રાથતા
સામાન્ય અને સામાન્યવિશેષનું (=અપરસામાન્યનું) બાહ્ય અસ્તિત્વ કણાદને અભિપ્રેત હતુ, એટલુ જ નહિ પણ તે તેમને ઇન્દ્રિયગ્રાહ્ય અર્થાત્ પ્રત્યક્ષ માનતા હતા. આ વસ્તુ તેમના આ સૂત્રમાંથી સ્પષ્ટરૂપે ફલિત થાય છે– સામાવિશેષેજી સામાન્યવિરોધામાવાત્ તતવ જ્ઞાનમ્ (૮૬) । આ સૂત્રને અથ છે---સામાન્ય અને સામાન્યવિશેષામાં સામાન્ય કે સામાન્યવિશેષ ન રહેતાં હાઈ ઈન્દ્રિયને દ્રવ્ય સાથે સન્નિષ થતાં સૌ પ્રથમ સામાન્ય અને સામાન્યવિશેષાનું જ્ઞાન થાય છે. ત્યાર પછી જ તેમનાથી વિશિષ્ટ દ્રવ્ય, ગુણ કે કનુ જ્ઞાન થાય છે.૩૬ ઉદાહરણા, ચક્ષુરિન્દ્રિયને ઘટ સાથે સન્નિક` થતાં સૌ પ્રથમ તે ધટત્વનું જ્ઞાન થાય છે અને ત્યાર બાદ ઘટવિશિષ્ટ ધદ્રવ્યનું જ્ઞાન થાય છે. કણાદે અહી પ્રત્યક્ષની એ ભૂમિકા સૂચવી છે. પ્રશસ્તપાદ અનુસાર ઇન્દ્રિયને દ્રવ્ય સાથે સન્નિષ થતાં દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્યવિશેષનુ