________________
વિશેષિકદર્શને
૩૭૭
સામાન્ય નથી પરંતુ ઉપાધિ છે. દંડિત્વ જેવી કેઈ બાહ્ય વસ્તુ નથી પરંતુ પ્રત્યેક વ્યક્તિ પાસે એક એક દંડ હોવાને કારણે બુદ્ધિએ ઉપજાવી કાઢેલી એક કલ્પના છે, ઉપાધિ છે.
વળી, જ્યારે સામાન્યને બાહ્ય અસ્તિત્વ બક્ષવામાં આવ્યું ત્યારે તેને નિત્ય પણ માનવું જ પડવું. ઘટવ બધી ઘટવ્યકિતઓમાં રહેતું હોઈ અને ઘટવ્યકિતઓથી ભિન્ન હોઈ નિત્ય મનાયું છે. હવે જે સામાન્ય નિત્ય હોય તો જે કઈ અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે તેને સામાન્ય ન ગણી શકાય. ઉદાહરણાર્થ, દષ્ઠિત્વ જે અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે છે તે નિત્ય નથી. દંડધારી પાસેથી દંડ લઈ લેતાં તેનું ડિવ નાશ પામે છે. દંડિવની જેમ પાઠકત્વ, પાચકવ વગેરે પણ ઉપાધિ છે, સામાન્ય નથી. દંડિતવ, પાચકત્વ, વગેરે દાખલાઓને આધારે બૌદ્ધોએ અનુવૃત્તિબુદ્ધિનો વિષય બાહ્ય અસ્તિત્વ ધરાવતું સામાન્ય છે એવા ન્યાયવૈશેષિક સિદ્ધાન્તનો પ્રબળ પ્રતિષેધ કર્યો છે અને બતાવ્યું છે કે બાહ્ય અસ્તિત્વ ધરાવતા સામાન્યને માન્યા વિના પણ અનુવૃત્તિબુદ્ધિનો ખુલાસો થઈ શકે છે. ૨૩ | ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક સમક્ષ એ સમસ્યા ખડી થઈ કે જ્યા તાર્કિક આધારે તેઓ હવે સામાન્યનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારી શકે એવું હવે શું રહ્યું જેનો ખુલાસો કરવા તેમને વિસ્તૃસત સામાન્ય માનવું પડે ? સામાન્યને વસ્તુત સ્વીકારવા પુરાણો તાર્કિક આધાર અનુવૃત્તિબુદ્ધિ હવે ચાલી શકે તેમ નથી કારણ કે જે વસ્તુસત નથી તે પણ અનુવૃત્તિબુદ્ધિ જન્માવી શકે છે. ન્યાય-વૈશેષિકેએ સામાન્યના બાહ્ય અસ્તિત્વને નવો તાર્કિક આધાર છે. તે આધાર છે લાઘવ. જે પદાર્થનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારવાથી લાઘવ આવતું હોય તે તે પદાર્થનું બાહ્ય અસ્તિત્વ સ્વીકારવાનું વલણ ન્યાય-વૈશેષિક દર્શન ધરાવે છે.૨૪ બાહ્ય અસ્તિત્વ ધરાવતા સામાન્યને સ્વીકારવાથી લાઘવ આવે છે. એટલે તેને સ્વીકારવામાં આવ્યું છે. વિશ્વનાથ કહે છે કે વ્યવસામાન્ય સ્વીકારવામાં આવ્યું છે કારણ કે બધાં કાર્યોની (વા બધાં સંગ-વિભાગની) સમવાયિકારણતાનું એક અવિચ્છેદક દ્રવ્ય માનવાથી લાઘવ આવે છે.૨૫ અનન્ત દ્રવ્ય વ્યક્તિઓનું સમવાયિકારણવ કલ્પવામાં ગૌરવ હોઈ લાઘવને ખાતર બધી દ્રવ્ય વ્યકિતઓમાં રહેતું એક અને નિત્ય વ્યવસામાન્ય માનવું જરૂરી છે. ત્યાય-વૈશેષિકેની સામાન્ય વિશેની માન્યતામાં આવું મહત્વનું પરિવર્તન આવવા છતાં સામાન્યના તાકિક આધાર તરીકે અનુવૃત્તિબુદ્ધિને માનવાનો જૂનો વિચાર ન્યાય-વૈશેષિકે છેડી શક્યા ન હતા.