________________
38
પદ્દન
સત્તા સામાન્ય સિવાયનાં સામાન્યને સામાન્ય અને વિશેષ બંને ગયાં છે કારણ કે તેઓ અનુવૃત્તિબુદ્ધિ અને વ્યાવૃત્તિબુદ્ધિ બંને જન્માવે છે. આ સૂત્રને આધારે કહેવામાં આવે છે કે સામાન્યનું સામાન્ય હેવું અનુવૃત્તિબુદ્ધિ પર નિર્ભર છે. પરંતુ આ સામાન્યને કેવળ સામાજે જ ગણવા જોઈએ અને તેઓ અનુવૃત્તિબુદ્ધિ અને વ્યાવૃત્તિબુદ્ધિ બંનેય ઉત્પન્ન કરી શકે છે એમ માનવું જોઈએ. અશ્વત્વ સામાન્ય જ છે. “આ અશ્વ છે, આ અશ્વ છે' એવી અનુવૃત્તિબુદ્ધિને અશ્વસામાન્ય ઉત્પન્ન કરે છે અને “અકેવો ગાયોથી ભિન્ન છે એવી વ્યાવૃત્તિબુદ્ધિને પણ અશ્વત્વસામાન્ય ઉત્પન્ન કરે છે.
આ સમગ્ર ચર્ચા પરથી એ ફલિત થાય છે કે કણાદે સત્તા સામાન્યને દ્રવ્ય, ગુણ અને કર્મથી સ્વતંત્ર અર્થ તરીકે સ્વીકાર્યું હતું અને તેને કેવળ અનુવૃત્તિબુદ્ધિના જનક તરીકે માન્યું હતું. પરંતુ બીજા સામાન્યના = અપર સામાન્યના) અસ્તિત્વને અનુવૃત્તિબુદ્ધિ પર નિર્ભર ગયું હતું; અનુવૃત્તિબુદ્ધિને ઉત્પન્ન કરવાને કારણે તેને તેટલા વખત પૂરતું સામાન્ય ગણ્યું હતું. આ અપર સામાન્ય જ્યારે વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે ત્યારે તેઓ સામાન્ય મટી વિશેષ બની જતા. આમ અપર સામાન્યનું સામાન્ય હોવું અનુવૃત્તિબુદ્ધિ પર આધાર રાખતું. સમય જતાં અપર સામાન્ય સદાય સામાન્ય જ રહેતાં મનાય અને તેમના અસ્તિત્વને અનુવૃત્તિબુદ્ધિ પર આધાર રાખતું માનવાનું બંધ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ સામાન્ય સામાન્ય જ છે અને તેઓ અનુવૃત્તિબુદ્ધિ અને વ્યાવૃત્તિબુદ્ધિ બંનેના જનક હોવાથી તેમને અપર સામાન્ય ગણવામાં આવે છે. કેવળ સત્તા જ પર સામાન્ય છે કારણ કે તે કેવળ અનુવૃત્તિબુદ્ધિની જનક છે. આમ અપર સામાન્યને પણ સત્તાની જેમ અર્થાન્તરપણું (= દ્રવ્ય, ગુણ અને કર્મથી સ્વતંત્ર અર્થપણું) ઉત્તરકાળે ન્યાયવૈશેષિકેએ બઢ્યું અને સત્તાની જેમ જ એ બધાં પણ એક અને નિત્ય મનાયાં
સામાન્યના બાહ્ય અસ્તિત્વને તાર્કિક આધાર પ્રાચીન ન્યાયવૈશેષિકોએ અનુવૃત્તિબુદ્ધિને ખુલાસો કરવા જ સામાન્યપદાર્થ માન્યો હતો. પરંતુ ઉત્તરકાળે જ્યારે સામાન્યને બાહ્ય વસ્તુસત ગણવામાં આવ્યું ત્યારે ન્યાયશેષિકોને લાગ્યું કે હવે જે કઈ અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે તેને સામાન્ય ન ગણી શકાય કારણ કે જે બાહ્ય વસ્તુસત નથી પણ કેવળ બુદ્ધિની નીપજ છે એવી ઉપાધિ પણ અનુવૃત્તિબુદ્ધિને ઉત્પન્ન કરે છે.૨૨ ઉદાહરણાર્થ, અનેક દંડધારી માણસમાં જ્યારે આપણને “આ દંડી છે, આ દંડી છે એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે ત્યારે તે અનુવૃત્તિબુદ્ધિનું કારણ પંડિત