________________
વૈશેષિકદર્શન
૩૭૫ સ્વાત્મલાભ કરવાને વિશેષને ન રહ્યો. સામાન્યનું અસ્તિત્વ કે વિશેષનું અસ્તિત્વ બુદ્ધિત– ન રહ્યું. પરંતુ સામાન્યને આધારે જ બંને બુદ્ધિઓ થવાનું સ્વીકારાયું.૧૫ આમ થતાં સામાન્યને એક અને નિત્ય સ્વીકારવામાં આવ્યું. વૈશેષિક સાહિત્યમાં સૌ પ્રથમ પ્રશસ્તપાદે જ સામાન્યને બાહ્ય વસ્તુસત અને નિત્ય ગણ્યું લાગે છે. પરંતુ પ્રશસ્તપાદ પહેલાં ન્યાયસૂત્રકાર ગૌતમે સામાન્યને વસ્તુસત, નિત્ય અને ઐયિક તરીકે પ્રસ્થાપિત કરેલ જણાય છે.૧૭ વખત જતાં સામાન્ય આત્યન્તિક વસ્તુસત હોવાનો સિદ્ધાંત ચરમ સીમાએ પહોંચ્યો અને તેના પરિણામે ઉદયનને ઉપાધિવાદ અસ્તિત્વમાં આવ્યું.
કેટલાક વિદ્વાનો જણાવે છે કે કણાદના સૂત્ર સામાન્ય અને વિશેષ બુદ્ધથપેક્ષ છેનો અર્થ એવો નહિ કરવો જોઈએ કે સામાન્ય અને વિશેષ બુદ્ધક્યપેક્ષ હોવાથી તેમનું બાહ્ય અસ્તિત્વ નથી, તેઓ વસ્તુસત નથી, કારણ કે આ દર્શનનું વલણ અત્યન્ત બાહ્યાર્થવાદી છે અને જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા બાહ્ય વસ્તુઓના પ્રકાર તે માને છે. વળી, આપણે જોઈ ગયા કે કેટલાક ગુણો અપેક્ષાબુદ્ધિજન્ય હેવા છતાં તેમને આ દર્શન બાહ્ય અસ્તિત્વ ધરાવતા માને છે. આ દર્શનને મતે જે બુદ્ધચપેક્ષ હોય તે પણ સાથે સાથે વાસ્તવ હોઈ શકે છે. ઉપરાંત, સામાન્ય બુદ્ધથપેક્ષ છે એનો અર્થ એ નથી કે સામાન્યનું અસ્તિત્વ બુદ્ધથપેક્ષ છે પરંતુ એનો અર્થ તે એ છે કે તેની પર-અપરતા બુદ્ધયપેક્ષ છે. એક સામાન્યને અમુક સામાન્યની અપેક્ષાએ બુદ્ધિ પર ગણે છે અને અમુક સામાન્યની અપેક્ષાએ બુદ્ધિ તેને અપર ગણે છે.૧૯ તદુપરાંત, અનુવૃત્તિબુદ્ધિની ઉત્પત્તિ થતાં સામાન્ય અસ્તિત્વમાં આવે છે એવું નથી–અર્થાત અનુવૃત્તિબુદ્ધિ પર સામાન્યનું અસ્તિત્વ નિર્ભર નથી. પરંતુ સામાન્યને કારણે અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી અનુવૃત્તિબુદ્ધિ ઉપરથી સામાન્યનું બાહ્ય અસ્તિત્વ અનુમિત થાય છે. આ અર્થમાં જ સામાન્યને બુદ્ધિલક્ષણ ગણવામાં આવ્યું છે. કણાદના બુથપેક્ષ' શબ્દને બદલે પ્રશસ્તપાદે બુદ્ધિલક્ષણ” શબ્દ વાપર્યો હોય તેવી સંભાવનાને નકારી ન શકાય. અને જે એમ હોય તે બુથપેક્ષને અર્થ થશે જેના અસ્તિત્વનું જ્ઞાન કેવળ બુદ્ધિ ઉપર આધાર રાખે છે તે. સામાન્યના અસ્તિત્વનું જ્ઞાન આપણને કેવળ અનુવૃત્તિબુદ્ધિને આધારે જ થાય છે. કણાદ પોતે જણાવે છે કે આ સત્ છે, આ સત છે એવી અનુવૃત્તિબુદ્ધિ દ્રવ્ય વ્યકિતઓ, ગુણવ્યકિતઓ અને કર્મ વ્યક્તિઓમાં આપણને જેને લઈને થાય છે તે સત્તા સામાન્ય છે.૨૦ કણાદ સત્તા સામાન્યને દ્રવ્ય, ગુણ અને કર્મથી અતિરિક્ત અર્થ ગણે છે. ૨૧ કણાદે