________________
વૈશેષિકન
૩૬૭
વેગ યા તિય ગૂĮદગભિમુખ કર્માંની સંતતિના કારણભૂત વેગ જ્યાં સુધી જલીય યા પાર્થિવ દ્રવ્યમાં હાય છે ત્યાં સુધી તે દ્રવ્યનું ગુરુત્વ તે દ્રવ્યમાં આદ્યપતનકમ ઉત્પન્ન કરી શકતું નથી. તે વેગ ખલાસ થતાં જ તે દ્રવ્યના ગુરુત્વને કારણે તે દ્રવ્યમાં આદ્યપતનક ઉત્પ-ન થાય છે, પછી આ આદ્યપતનકમ વેગ ઉત્પન્ન કરે છે, આદ્યપતનકમાંથી ઉત્પન્ન થયેલા વેગ ગુરુત્વને પતનકમ ઉત્પન્ન કરતાં અટકાવતા નથી પણ ઊલટું તેની સાથે મળીને તે પાતેય પતનેકર્મીનું કારણ બને છે.
(૨) પ્રયત્ન—આપણે જોઈ ગયા કે પ્રયત્નના બે પ્રકાર છે—જીવનપૂર્ણાંક થતે પ્રયત્ન અને ચ્છિાદ્વેષપૂવ ક થતા પ્રયત્ન. ઊંધમાં પ્રાણીના પ્રાણવાયુના કનું કારણ જીવનપૂવ ક થતા પ્રયત્ન છે. વળી, જ્યારે વ્યક્તિ ઊંઘીને ઊઠે છે ત્યારે ખાઘેન્દ્રિય સાથે સૌ પ્રથમ જોડાવા માટે તેના મનમાં ગતિમ ઉત્પન્ન કશ્તાર પણ જીવનપૂર્ણાંક થતા પ્રયત્ન છે. જાગ્રત વ્યક્તિની પ્રાણવાયુની ક્રિયાનુ કારણ ઈચ્છાદ્વેષપૂર્વક થતા પ્રયન છે. જાગ્રત વ્યક્તિના એક ઇન્દ્રિય સાથે જોડાયેલા મનમાં બીજી ઇન્દ્રિય સાથે જોડાવા માટે ગતિકમ ઉત્પન્ન કરનાર પણ આ જાતના પ્રયત્ન છે. હિતપ્રાપ્તિ અને અતિપરિહાર કરવા સમથ કનુ કારણ પણ આ જાતુને પ્રયત્ન છે.૨૨ વળી આ જાતના પ્રયત્નથી શરીરાવયવમાં અને શરીરાવયવ સાથે સંબદ્ધ દ્રબ્યામાં કમ ઉત્પન્ન થાય છે. કેવી રીતે ? યજ્ઞ, અધ્યયન, દાન, કૃષિ વગેરે કમ કરવાની ઈચ્છા જાગતાં હાથને ઉપર તરફ કે નીચે તરફ ગતિ કરાવવા માટે હાથથી અવચ્છિન્ન આત્મપ્રદેશામાં પ્રયત્ન ઉત્પન્ન થાય છે. પછી તે આત્માના પ્રયત્ન અને હાથના ગુરુત્વની સહાયથી આત્મા અને હાથના સંચાગ હાથમાં કર્મી ઉત્પન્ન કરે છે. અહીં આત્મા અને હાથને યેગકર્મીની ઉત્પત્તિમાં અસમાયિકારણ છે જ્યારે હાથથી અવચ્છિન્ન આત્મપ્રદેશમાં ઉત્પન્ન થયેલા પ્રયત્ન કર્મીની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે. હાથની જેમ શરીરના ખીજા અવયવેામાં કમ ઉત્પન્ન થાય છે.૩૩
શરીરાવયવ સાથે સંબદ્ધ્ દ્રબ્યામાં પ્રયત્નથી કમ` કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ પ્રક્રિયાને એક ઉદાહરણથી સમજીએ. મૂશળને હાથમાં લઈ તે કોઈ ઈચ્છા કરે છે કે મૂશળને ઊંચે ઉછાળુ. આ ઈચ્છા પછી પ્રયત્નની ઉત્પત્તિ થાય છે. આ પ્રયત્ન અને હસ્ત-આત્મસયાગથી હાથમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. તે જ વખતે પ્રયત્ન અને હસ્ત-મૂસલસંયોગથી મૂશળમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. પછી જ્યારે મૂશળ નિર્ધારિત ઊંચાઈ સુધી ઉપર તરફ પહેાંચી જાય