SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન દ્રવ્યનું નિમિત્તકારણ તે સંભવે જ નહિ. દ્રવ્યનું સમવાધિકારણ હમેશા તેના અવયવો જ હોય છે અને દ્રવ્યનું અસમવાયિકારણ હમેશા અવયવોને સંગ જ હોય છે. તેથી કહ્યું છે કે કર્મ દ્રવ્યનું કારણ નથી. દ્રવ્યોત્પત્તિની પ્રક્રિયાની દૃષ્ટિએ પણ કર્મ દ્રવ્યનું કારણ નથી. એવામાં કર્મ ઉત્પન્ન થાય છે. તેને પરિણામે અવયવોને સંયોગ થાય છે. અવયવોને સંગ થતાં તે સંયોગનું ઉત્પાદક કર્મ નાશ પામે છે કારણ કે કર્મ પોતાના કાર્ય સંયોગથી નાશ પામે છે. એટલે અવયના સંગથી અવયવી(=કાર્યદ્રવ્યની જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે કર્મનો અભાવ હોય છે. જે અવયવી =કાર્ય દ્રવ્ય)ની ઉત્પત્તિ વખતે કર્મનું અસ્તિત્વ જ ન હોય તે પછી તેને અવયવીની ઉત્પત્તિનું કારણ કેવી રીતે માની શકાય ? જે અવયયીનું (=કાર્યદ્રવ્યનું કારણ કર્મ હોત તો કર્મ અવયન (=કારણુદ્રના ) સંગ ઉત્પન્ન કરીને વિરમત નહિ પરંતુ કર્મ તે અવયવોનો સંયોગ ઉત્પન્ન કરીને વિરમી જાય છે અને કેવળ અવયવસંગ જ ઉપલબ્ધ થાય છે. તેથી માનવું જોઈએ કે દ્રવ્યનું કારણ કર્મ નથી પણ તે દ્રવ્યના અવયવો સંગ છે. (૧૧) પ્રતિનિયતનાતયોજિત્વ૧૭–કમના પાંચ ભેદ છે-ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. આમાં દરેકને પોતાની જાતિ પણ છે. અર્થાત કર્મ-જાતિ બધાં કર્મોમાં હોય છે જ્યારે ઉક્ષેપણત્વજાતિ ઉપકમાં, અવક્ષેપણત્વજાતિ અવક્ષેપણકર્મોમાં, આકુંચનત્વજાતિ આકુંચનકર્મોમાં, પ્રસારણત્વજાતિ પ્રસારણકર્મોમાં અને ગમનત્વજાતિ ગમનકમાં હોય છે. (૧૨) ફિટિરમજવ૮–કમ હમણાં દિગ્વિશિષ્ટ કાર્યોને જ ઉત્પન્ન કરે છે. આના વિસ્તૃત વિવરણ માટે જુઓ ‘કર્મના પ્રકારો વિશેની ચર્ચા. કર્મના પ્રકાર કર્મના પાંચ પ્રકાર માનવામાં આવ્યા છે—ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન.૧૯ ઉલ્લેપણ—નીચે નીચેના દિપ્રદેશે સાથે દ્રવ્યના વિભાગોનું અને ઉપર ઉપરના દિફપ્રદેશ સાથે તે દ્રવ્યના સંગેનું જે કર્મ કારણ છે તે ઉત્તેપણ કહેવાય છે.૨૦ અવક્ષેપણ—એનાથી ઉલટું ઉપર ઉપરના દિપ્રદેશો સાથે દ્રવ્યના વિભાગોનું અને નીચે નીચેના દિપ્રદેશે સાથે તે દ્રવ્યના સગાનું જે કર્મ. કારણ છે ? અવક્ષેપણ કહેવાય છે.'
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy